November 24, 2024

પાટણના પટોળાં, મહારાષ્ટ્રની કારીગરી… PM મોદીએ લાઓસના નેતાઓને આપી આ ખાસ ભેટ

PM Modi Gifts to ASEAN leaders: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશિયન સંમેલનમાં ભાગ લેવા માટે લાઓસની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. વિયનતિયાનેમાં આશિયન-ભારત સમિટની સાથે સાથે પૂર્વ એશિયા શિખર સંમેલનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ આશિયન અને અન્ય દેશોના અગ્રણી નેતાઓને ભારતીય કારીગરીની ભેટ આપી હતી.

શું છે આશિયન સંમેલન?
એસોસિયેશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ ASEAN (ASEAN) એ 10 દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોનો એક સમૂહ છે. આ સંગઠનમાં બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. આસિયાન દેશો આર્થિક વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા સાથે મળીને કામ કરે છે. ASEANનું મુખ્યાલય ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં છે અને આ સંગઠનની સ્થાપના 8 ઓગસ્ટ, 1967ના રોજ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પરસ્પર સંમતિથી કરવામાં આવી હતી.

ન્યુઝીલેન્ડના પીએમને આપી આ ખાસ ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનને દીવાની જોડી ભેટ કરી. આ કોઈ સામાન્ય દીવો નથી પણ ચાંદીના બનેલા છે. આ દિવાઓ મહારાષ્ટ્રના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે. એવું કહી શકાય કે દીવાઓની આ જોડી મહારાષ્ટ્રના કારીગર વારસાની સુંદરતા પ્રદર્શિત કરે છે.

 

જાપાનના પીએમને આપી મોરની મૂર્તિ
પીએમ મોદીએ જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઈશિબાને મોરની પ્રતિમા ભેટમાં આપી છે. તેના પર ચાંદીની કોતરણી કરવામાં આવી છે. આ કોતરણી પશ્ચિમ બંગાળના કારીગરોની પ્રતિભા દર્શાવે છે.

થાઈલેન્ડના પીએમ શિનાવાત્રાને આપી આ ભેટ
આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડના પીએમ પટોંગટાર્ન શિનાવાત્રાને લદ્દાખની જટિલ કોતરણીવાળું રંગબેરંગી અને ઓછી ઊંચાઈનું લાકડાનું ટેબલ આપ્યું હતું.

લાઓસના પીએમના પત્નીને આપી આ ભેટ
પીએમ મોદીએ લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સે સિફાંડોનની પત્ની વંડારા સિફાંડોનને ખાસ ભેટ આપી. પીએમ મોદીએ વંડારાને રાધા-કૃષ્ણ થીમ સાથે મેલાકાઈટ અને કેમલબોન બોક્સ આપ્યું.

પીએમ સિફાંડોનને આપી બુદ્ધ મુખાકૃતિ
તો, પીએમ નરેન્દ્ર મોદીએ લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સે સિફાંડોનને કદમવુડમાંથી બનેલી બુદ્ધનું મુખાકૃતિ વાળી પ્રતિમા અર્પણ કરી.

રાષ્ટ્રપતિ સિસોલિથની પત્ની માટે ખાસ સ્કાર્ફ
PM મોદીએ લાઓસના રાષ્ટ્રપતિ થોંગ્લાઉન સિસોલિથની પત્ની નલી સિસોલિથને ભેટમાં આપ્યો, સાડેલી બોક્સમાં એક (ડબલ ઇકેટ) પાટણના પટોળાંનો સ્કાર્ફ આપ્યો હતો. આ કાપડ ઉત્તર ગુજરાતના પાટણમાં સાલવી પરિવાર દ્વારા વણવામાં આવે છે. જણાવી દઈએ કે, પાટણ પટોળાને એક ‘સાડેલી’ બોક્સમાં પેક કરવામાં આવ્યા હતા, જે પોતે એક ડેકોરેટિવ પીસ છે. સાડેલી જડતરની કળાનો સમૃદ્ધ ઇતિહાસ ઘણી સદીઓ જૂનો છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉદ્દભવ ગુજરાતનાં સુરતમાં થયો હતો. સાડેલી એક અત્યંત કુશળ લાકડાના કારીગર છે.

લાઓસના રાષ્ટ્રપતિને આપી આ ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઓસના રાષ્ટ્રપતિ થોંગલોન સિસોલિથને તામિલનાડુથી ઉદ્ભવતા જટિલ મીના (તામચીની) કારીગરીથી શણગારેલી જૂની પિત્તળની બુદ્ધ પ્રતિમા અર્પણ કરી હતી.