November 24, 2024

PM મોદીએ કર્યા ‘આર્ટિકલ 370’ ફિલ્મના વખાણ, યામીએ શેર કર્યો વીડિયો

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમની ખુશીનો કોઈ પાર ન રહ્યો જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં તેમના ભાષણમાં તેમની ફિલ્મ ‘આર્ટિકલ 370’નો ઉલ્લેખ કર્યો. યામીએ પીએમ મોદીના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. ચાલો જાણીએ PM એ ફિલ્મ માટે શું કહ્યું.

યામી ગૌતમે માઇક્રો બ્લોગિંગ સાઇટ પર લખ્યું મારી ટીમ અને હું ખરેખર આશા રાખીએ છીએ કે અમે બધા આ અદ્ભુત વાર્તાને સામે લાવવામાં તમારી આશા કરતા પણ વધારે સારું કરીશું.

‘આનાથી લોકોને સાચી માહિતી મળશે’
જમ્મુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે આ અઠવાડિયે ‘આર્ટિકલ 370′ પર એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે… આ સારી વાત છે, કારણ કે તેનાથી લોકોને સાચી માહિતી મેળવવામાં મદદ મળશે.’

‘આર્ટિકલ 370’ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં કલમ 370 હટાવવા દરમિયાનની સ્થિતિ બતાવવામાં આવી છે. લેખકો છે આદિત્ય ધર, અર્જુન ધવન અને આદિત્ય સુહાસ જાંભલે. ડાયરેક્શન પણ આદિત્ય સુહાસનું છે. યામી ઉપરાંત સ્ટારકાસ્ટમાં પ્રિયમણી અને કિરણ કર્માકરનો સમાવેશ થાય છે.

અંગત જીવનની વાત કરીએ તો યામી ગૌતમ પ્રેગનેન્ટ છે. તાજેતરમાં, ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન, તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. યામી અને આદિત્યના લગ્ન 4 જૂન 2021ના રોજ થયા હતા.