PM મોદીએ ઓખા-બેટ દ્વારકાને જોડતા ‘સુદર્શન સેતુ’નું ઉદ્ઘાટન કર્યું
દેવભૂમિ દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિપેડથી સીધા દ્વારકા મંદિર પહોંચ્યા હતા અને ત્યાં ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત ત્યાંથી સુદર્શન સેતુનું લોકાર્પણ કરવા બેટ દ્વારકા પહોંચ્યા હતા. ત્યારબાદ બેટ દ્વારકા પહોંચી ત્યાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા પહોંચી ગયા છે. જ્યાં તેમનું હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન મંત્રી મુળુ બેરા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
Delighted to inaugurate Sudarshan Setu today – a bridge that connects lands and people. It stands vibrantly as a testament of our commitment to development and progress. pic.twitter.com/G2eZEsa7EY
— Narendra Modi (@narendramodi) February 25, 2024
આહીર સમાજની બહેનો સ્વાગત કરશે
PM નરેન્દ્ર મોદી થોડીવારમાં દ્વારકા પહોંચશે. ત્યાં ઠેર ઠેર નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તૈયારી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ઠેર ઠેર લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે આહીર સમાજની બહેનો દ્વારા પરંપરાગત પહેરવેશ સાથે સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા છે.