સાબરમતીમાં અપહ્યુત સગીરનું અપહરણ કરનાર 4 આરોપીની પોલીસે ધરપકડ કરી
મિહિર સોની, અમદાવાદ: સાબરમતીમાં યુવકના અપહરણ કેસમાં અપહ્યુતનો છુટકારો કરાવી પોલીસે 4 આરોપીની ધરપકડ કરી, ઘટનાની વાત કરીએ તો, અગાઉ થયેલા અકસ્માતનું મનદુઃખ રાખી મોહિત ચૌહાણ નામના યુવકનું ગુરુવારે ઇકો ગાડીમાં અપહરણ કર્યું હતું. સાબરમતી પોલીસે અપહરણના ગુનામા 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભોગ બનનાર અને પકડાયેલા આરોપીઓ રાહુલ ઠાકોર,સંજય ઠાકોર,જીગર ઠાકોર અને રાકેશ ઠાકોર પરિચિત હતા.
બે વર્ષ પહેલાં મોહિત આરોપી રાહુલની ગાડી ભાડે ચલાવતો હતો, જે ગાડી મારફતે એક અકસ્માત થયું હતું. જે બાદ કેસ કોર્ટમાં ચાલતો હતો ત્યારથી મોહિત કોર્ટમાં હાજર રહેતો ન હતો, એટલું જ નહીં કોર્ટ દ્વારા ગાડીના માલિક રાહુલ અને ડ્રાઇવર તરીકે મોહિતને દંડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં દંડની ચુકવણીના કરતા આરોપી રાહુલ ઠાકોરે અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. જેથી મોહિત અપહરણ કરીને એક લાખ રૂપિયા લેવા માટે કર્યું હોવાનું આરોપી કબૂલાત કરી છે. હાલ સાબરમતી પોલીસે ચારેય આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.