ખરાબ રીતે ફસાઈ પૂનમ પાંડે, જેણે આપ્યા સાથ તેણે જ મોકલી નોટિસ
મુંબઈ: પૂનમ પાંડે લાંબા સમયથી વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેણે તેના નકલી મૃત્યુના સમાચાર ફેલાવ્યા હતા, જેના પછી તે બધાના નિશાના પર આવી ગઇ છે. જોકે, બાદમાં સર્વાઇકલ કેન્સરને લગતી તમામ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં સત્ય બહાર આવશે. હવે તેણે એક નવી પોસ્ટ કરી છે, જેમાં તેણે હોદ્દેદારો પર આક્ષેપો કર્યા છે.
પૂનમ પાંડેએ દાવો કર્યો કે ફેક ડેથ સ્ટંટમાં સામેલ સ્ટેકહોલ્ડર્સે તેમની ટીમને કાનૂની નોટિસ મોકલી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, ‘તો હવે જ્યારે મેં કહ્યું કે સત્ય બહાર આવશે, ત્યારે સ્ટેકહોલ્ડર્સના રૂંવાડા ઉભા થઇ ગયા અને અમને લીગલ નોટીસ મોકલી. તેણે કેપ્શનમાં પ્રાર્થના કરતા હાથની ઇમોજી પણ ઉમેરી.
View this post on Instagram
પૂનમ પાંડેએ મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા
તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેના ‘મૃત્યુ’ના સમાચાર તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 2 ફેબ્રુઆરીએ શેર કરવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે એક્ટ્રેસનું મોત સર્વાઈકલ કેન્સરને કારણે થયું છે. આ પછી બધાએ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. જોકે, ઘટનાના 24 કલાક પછી, અભિનેત્રીએ એક વીડિયો બનાવીને કહ્યું કે તે જીવિત છે અને તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે આ કર્યું છે.
ફૈઝાન અન્સારીએ પૂનમ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો
આ પછી લોકોએ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેટલાકે તેમની સામે એફઆઈઆર પણ નોંધાવી હતી. અને ફૈઝાન અંસારીએ અભિનેત્રી અને તેના પૂર્વ પતિ સેમ બોમ્બે સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. તેણે પૂનમ પાંડે પર કેન્સરની ગંભીરતાને તુચ્છ ગણાવી અને તેના મોતનું નાટક કરીને લાખો લોકોની ભાવનાઓ અને વિશ્વાસ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો. તેણે અધિકારીઓને પાંડે અને તેના પૂર્વ પતિની ધરપકડ કરવા વિનંતી પણ કરી હોવાનું કહેવાય છે.