… હું જીવતી છું…
મુંબઈ: 2 ફેબ્રુઆરીની વહેલી સવારે પૂનમ પાંડેના કથિત અવસાનના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા, ત્યારે ખુદ પૂનમે પોતાના ઈનસ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને પોતે જીવતી હોવાની માહિતી આપી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, તેને કોઈ કેન્સર નથી, પરંતુ તેણે આ બધું સર્વાઇકલ કેન્સરની સામે જાગૃતિ ફેલાવવા માટે કર્યું હતું. મહત્વનું છેકે, અભિનેત્રીના આ ખુલાસા બાદ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.યુઝર્સ અને સ્ટાર્સ લોકો તેના આવી મજાકની ટીકા કરી રહ્યા છે.
પૂનમ પાંડેએ વીડિયો કર્યો શેર
પૂનમ પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે હું હજી પણ જીવું છું.પૂનમે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું કે- હું તમારા બધા સાથે કંઈક મહત્વપૂર્ણ વાત શેર કરવા માટે આવી છું. હું અહીં છું અને હજુ જીવંત છું. મને સર્વાઇકલ કેન્સરે નથી, પરંતુ દુઃખની વાત એ છે કે આ રોગનો સામનો કેવી રીતે કરવો તે અંગેની જાણકારીના અભાવે હજારો મહિલાઓના જીવ જઈ રહ્યા છે. આ સર્વાઇકલ કેન્સરની સંપૂર્ણપણે જાણકારી મળે એ હેતુથી મે આવું કર્યું છે.
View this post on Instagram
2 જાન્યુઆરીના આવ્યા મોતના સમાચાર
પૂનમ પાંડેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનું મોત થયું હોવાની પોસ્ટ શેર કરવામાં આવી હતી. એ બાદ દરેક જગ્યાએ તોફાન આવી ગયું હતું. એ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે,પૂનમનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. જેના કારણે લોકો આઘાતમાં સરી ગયા હતા. સેલિબ્રિટીઝ અને લોકો સોશિયલ મીડિયા પર તેના માટે દુઃખ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા, જ્યારે ઘણા લોકોએ તેને નકલી અને પૂનમના સ્ટંટ રીતે ગણાવ્યું હતું.જો કે આ સમાચારની પૂનમના મેનેજરે પણ પુષ્ટિ કરી હતી.