મહાકુંભમાં ભંડારાના ભોજનમાં રાખ ભેળવનાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સસ્પેન્ડ

Prayagraj Kumbh Mela: મહાકુંભ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલિસ અધિકારી મહાકુંભ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ભંડારામાં અન્નકૂટમાં રાખ ભેળવે છે. આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ બાદ હવે આ પોલિસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજકોટમાં આવાસ યોજનામાં ફ્લેટ ભાડે આપનારા વિરૂદ્ધ મનપાની કાર્યવાહી, 10 ફ્લેટ કર્યા સીલ

મહાકુંભમાં ઠેર ઠેર ભંડારા
મહાકુંભમાં કરોડની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અનેક સ્થળોએ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસકર્મીએ મહાકુંભમાં આવનારા લોકો માટે ભંડારાના ભોજનના પ્રસાદમાં રાખ ભેળવી દે છે. જે બાદ આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.