November 24, 2024

જલવો, ઝાકમઝોળ અને જમાવટ

Prime 9 With Jigar: અંબાણી પરિવાર ફરી એક વાર ધૂમધામ માટે તૈયાર થઈ ગયો છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈએ લગ્ન થવાનાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ફંક્શન 6 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે મુંબઈમાં યોજાશે.
પહેલાં એવી ચર્ચા હતી કે, અનંત અને રાધિકા બંને લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં લગ્ન કરશે. સ્ટોક પાર્ક એસ્ટેટમાં મુકેશ અંબાણીની પ્રોપર્ટી છે. એટલે ત્યાં લગ્નની વાતો ચાલી હતી. જોકે, હવે, નક્કી થઈ ગયું છે કે, મુંબઈમાં જ લગ્ન અને બીજાં ફંક્શન થવાનાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નની સપ્તપદીના સાત ફેરા મુંબઈમાં જ લેશે.

શું છે ખાસ?

  • ચાર દિવસની મેગા ઇવેન્ટ.
  • પ્રિ-વેડિંગ ફંક્શન 29મી મેથી અને પહેલી જૂન સુધી ચાલશે.
  • ઇટાલીમાં શરૂઆત અને સ્વિટ્ઝર્લેન્ડમાં સમાપન.
  • ઈટાલી અને ફ્રાન્સમાં જોરદાર તૈયારીઓ થઈ.

આ પહેલાં અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં માર્ચમાં ભવ્ય પ્રિ-વેડિંગ સેરેમની યોજી હતી. હવે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન પહેલાંની બીજી પ્રિ-વેડિંગ સેરેમનીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ બીજી પ્રિ-વેડિંગ સેરેમની જામનગરમાં માર્ચમાં યોજાયેલી પહેલી પ્રિ-વેડિંગ સેરેમનીથી સાવ અલગ હશે.

કરોડોનો ખર્ચ

  • પ્રથમ પ્રિ-વેડિંગ સેરેમની જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપમાં યોજાઈ.
  • પ્રથમ પ્રિ-વેડિંગ ફંક્શન પાછળ કરોડોનો ખર્ચ કરાયો.
  • બીજા પ્રિ-વેડિંગ ફંક્શન પાછળ પણ અઢળક ખર્ચ.
  • અનંત-રાધિકાનું બીજું પ્રિ-વેડિંગ ફંક્શન ધરતી પર નહીં પણ સમુદ્રમાં.
  • બીજી પ્રિ-વેડિંગ સેરેમની લક્ઝરી ક્રૂઝ શિપ ‘સેલિબ્રિટી એસેન્ટ’ પર.
  • લગભગ 1100 મહેમાનો ‘સેલિબ્રિટી એસેન્ટ’ પર આવશે.
  • ક્રૂઝ ત્રણ દિવસમાં 4380 કિલોમીટરનું અંતર કાપશે.
  • ક્રૂઝ ઇટાલીથી સ્વિટ્ઝર્લેન્ડ જશે.
  • દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સ્ટાર્સને આમંત્રણ.

બોલિવૂડમાંથી કયા કયા મહેમાનો ક્રૂઝ પર હશે એની પણ અમે તમને જાણકારી આપીશું.

હસ્તીઓને આમંત્રણ

  • ખાન ત્રિપુટીઃ શાહરૂખ, સલમાન અને આમિર.
  • રણબીર કપૂર-આલિયા ભટ્ટ.
  • પ્રિયંકા ચોપરા અને નિક જોનસ.
  • રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ.
  • કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા.
  • સોનમ કપૂર અને આનંદ આહુજા.
  • સચિન તેંડુલકર પરિવાર સાથે હાજર રહેશે.

આ સેલિબ્રિટીઝ જ્યાં રોકાવાની છે એ ‘સેલિબ્રિટી એસેન્ટ’ ક્રૂઝની પણ અમે તમને માહિતી આપીશું.

આ ક્રૂઝ છે ખાસ

  • 2023માં બન્યું છે ક્રૂઝ.
  • તમામ ફાઈવ સ્ટાર સુવિધાઓ સાથેનો ફ્લોટિંગ રિસોર્ટ.
  • ક્રૂઝમાં 3260 મહેમાનો આરામથી રહી શકે.
  • અનંત અને રાધિકા પેન્ટહાઉસ સ્યુટમાં રહેશે.
  • બે માળવાળા સ્પેશિયલ એજ વિલામાં પ્લન્ઝ પૂલ, વર્લપૂલ ટબ.
  • 17 ડેક અને ઓપન રૂફ ટોપ ગાર્ડન.
  • 8 ખાસ રેસ્ટોરાં અને બીજાં 32 ફૂડ વેન્યૂ.
  • 14 કાફે-બાર અને 4 ડિનર વેન્યૂ.
  • સન ડેક, લાઉન્જ વિસ્તાર અને થર્મલ સ્યૂટ.
  • ફિટનેસ સેન્ટર અને કિરાસ્ટેઝ સ્પા.
  • એક્વા થેરપી માટે સ્પેશિયલ પર્સિયન ગાર્ડન.
  • 3260 પેસેન્જરને દરિયામાં જલસા માટે લઈ જવાની કેપેસિટી.
  • ક્રૂઝની માલિકી રોયલ કેરેબિયન ગ્રૂપની.
  • રોયલ કેરેબિયન ગ્રૂપ અમેરિકન કંપની, હેડક્વાર્ટર ફ્લોરિડામાં.
  • ફ્રાન્સના સેન્ટ નાઝરેનમાં આ ક્રૂઝ બન્યું.
  • ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્લોરિડાથી પ્રથમ સફર કરી.
  • રોયલ કેરેબિયન ક્રૂઝ પાસે આવાં ત્રણ લક્ઝરીયસ ક્રૂઝ.
  • રોયલ કેરેબિયન ગ્રૂપની આવક 14 અબજ ડૉલર.

‘સેલિબ્રિટી એસેન્ટ’ અંબાણીના પરિવારના મહેમાનોની તમામ સવલતો સાચવવા માટેની જવાબદારી પણ વિશ્વવિખ્યાત ટુર ઓપરેટર કંપની એલોચી બ્રધર્સને સોંપવામાં આવી છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લવ સ્ટોરી અનોખી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની ઉંમર 28 વર્ષ છે. ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ તેમનાં પત્ની શૈલા મર્ચન્ટનાં દીકરી રાધિકા મર્ચન્ટ અનંતથી એક વર્ષ વધારે ઉંમરનાં છે. રાધિકા 29 વર્ષનાં છે. અનંતે બ્રાઉન યુનિવર્સિટી, યુએસએમાંથી બેચલરની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ કઈ કંપનીઓના બોર્ડ્સમાં ડિરેક્ટર તરીકે સામેલ છે એની પણ તમે જાણકારી મેળવો.

આ કંપનીઓના બોર્ડમાં ડિરેક્ટર

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ.
  • જિયો પ્લેટફોર્મ લિમિટેડ.
  • રિલાયન્સ રિટેઇલ વેન્ચર્સ લિમિટેડ.
  • રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ.
  • રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી લિમિટેડ.
  • રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડમાં પણ સામેલ.

અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એનર્જી અને મટિરિયલના બિઝનેસને સંભાળી રહ્યા છે. રિલાયન્સના રિન્યૂએબલ અને ગ્રીન એનર્જીમાં કંપનીના ગ્લોબલ ઓપરેશન્સની જવાબદારી પણ અનંતના શિરે છે. રિલાયન્સને 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનાવવાનું મિશન પણ અનંતે હાથ ધર્યું છે. અનંત અંબાણીને બાળપણથી પ્રાણીઓ પ્રત્યે ખાસ લગાવ છે. અનંત એનિમલ વેલફેર અને પ્રાણીઓના રેસ્ક્યૂ, હેલ્થકેર, રિહેબિલિટેશન અને સુરક્ષા માટે અનેક પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે.

રાધિકા મર્ચન્ટ પણ બિઝનેસ પરિવારમાંથી આવે છે.

રાધિકાની પ્રોફાઇલ

  • રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ ફાર્મસી કંપની એન્કોર હેલ્થકેરના CEO.
  • રાધિકાએ પ્રાથમિક શિક્ષણ મુંબઈની સ્કૂલમાંથી મેળવ્યું.
  • રાધિકાએ ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રની ડિગ્રી મેળવી.
  • ઇસ્પ્રવા ટીમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું.
  • હાલમાં એન્કોર હેલ્થકેરનાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સામેલ.
  • રાધિકા ક્લાસિકલ ડાન્સર પણ છે.
  • વર્ષો સુધી ભરતનાટ્યમની તાલીમ મેળવી.
  • ડિસેમ્બર 2022માં રાધિકા આરંગેત્રમ સમારોહથી લાઈમલાઈટમાં આવ્યાં.
  • મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં આરંગેત્રમ યોજાયું.
  • આરંગેત્રમમાં અનેક હસ્તીઓ હાજર રહ્યા.

રાધિકાને બિઝનેસ સિવાય નાગરિક અધિકાર, આર્થિક સશક્તિકરણ, શિક્ષા અને સ્વાસ્થ્ય જેવા વિષયોમાં રસ છે એવું તેમની લિંક્ડઇન પ્રોફાઈલ કહે છે. રાધિકા અને અનંતે ડિસેમ્બર 2022માં સગાઈ કરી હતી. અંબાણી પરિવાર વૈષ્ણવ સંપ્રદાયમાં માનતો હોવાથી અનંત અને રાધિકાએ રાજસ્થાનમાં આવેલા શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી.અનંત અને રાધિકાની મુલાકાત અભ્યાસનાં વર્ષો દરમિયાન થઈ હતી. અનંત અંબાણીના કહેવા પ્રમાણે તેઓ એકબીજાને સાત વર્ષથી ઓળખે છે. ઇશા અંબાણીનાં લગ્ન સમારોહ વખતથી જ રાધિકા અંબાણી પરિવાર સાથે સતત જોવા મળી રહી છે. જામનગરમાં અનંત અંબાણીએ લગ્નના પહેલી પ્રિ-વેડિંગ ફંક્શન વખતે રાધિકા વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં શું કહ્યું હતું કે, મેં રાધિકાને જોઈ તો મારા દિલની ધડકનો વધી ગઈ હતી. હું રાધિકાને સાત વર્ષ પહેલા મળ્યો હતો પણ મને હજૂ પણ એવું લાગે છે કે હું તેમને કાલે જ મળ્યો હોઉં. હું પોતાને 100 ટકા ભાગ્યશાળી માનું છું કે હું રાધિકાને મળ્યો. અનંતે રાધિકા વિશે જે અંદાજમાં આ વાત કરી તેના કારણે સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. હવે, ક્રૂઝ પરના પ્રિ-વેડિંગ ફંક્શનમાં અનંત રાધિકા તરફની પોતાની લાગણી કઈ રીતે વ્યક્ત કરે છે તેના પર પણ સૌની નજર છે. અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ ફોટોશૂટ પર પણ સૌની નજર છે. કેમ કે ‘સેલિબ્રિટી એસેન્ટ’ના પેન્ટહાઉસ સ્યુટમાં બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, લિવિંગ અને ડાઇનિંગ એરિયા પણ છે.

શું છે કાર્યક્રમ?

  • બીજી પ્રિ-વેડિંગ સેરેમનીમાં હશે લગભગ 800 મહેમાનો.
  • મહેમાનો 12 વિમાનોમાં ઇટાલી જશે.
  • મહેમાનો ચાર્ટર્ડ પ્લેન કે પ્રાઈવેટ જેટમાં પાલેર્મો એરપોર્ટ પર આવશે.
  • મહેમાનોને એલોચી બ્રધર્સ એરપોર્ટ પર આવકારશે.
  • મહેમાનોને ક્રૂઝ પર લઈ જવાશે.
  • પાલેર્મોમાં બંદર પણ છે, જ્યાં અત્યારે આ ક્રૂઝ લાંગરેલું છે.
  • 600 કર્મચારીઓનો ક્રૂ સ્ટાફ અને એલોચી બ્રધર્સનો સ્ટાફ મહેમાનોની કાળજી રાખશે.
  • બીજા દિવસે ઇટાલીના સિવિટાવેચિયા પહોંચશે અને સ્ટોપ કરશે.
  • આ પછી ગેનેવા નજીક પોર્ટોફિનો ‘સેલિબ્રિટી એસેન્ટ’નું ત્રીજું સ્ટોપ.
  • પોર્ટોફિનોના સૌથી લક્ઝુરિયસ વિલામાં મહેમાનોને લંચ પીરસાશે.
  • આ માટે એલોચી બ્રધર્સે હજારથી વધારે વિલા ભાડે રાખ્યા.
  • મહેમાનો માટે અહીં રહેવાની વ્યવસ્થા.
  • મહેમાનો દક્ષિણ ફ્રાન્સ જશે.

મહેમાનો માટે સ્પેશ્યલ ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો છે.

સ્પેશ્યલ ડ્રેસ કોડ

29 મી મે
થીમઃ વેલકમ લંચ
ડ્રેસ કોડઃ ક્લાસિક ક્રૂઝ

29 મી મે
થીમઃ સ્ટેરી નાઇટ
ડ્રેસ કોડઃ વેસ્ટર્ન ફોર્મલ

30મી મે
થીમઃ રોમન હોલિડે
ડ્રેસ કોડઃ ટુરિસ્ટ ચિક એટાયર

30મી મે
થીમઃ લા ડોલ્સ ફાર નીઅન્ટે
ડ્રેસ કોડઃ રેટ્રો

31મી મે
થીમઃ વી ટર્ન્સ વન અન્ડર ધ સન
ડ્રેસ કોડઃ પ્લેફુલ

31મી મે
થીમઃ લે મસક્યુરેડ
ડ્રેસ કોડઃ બ્લેક

પહેલી જૂન
થીમઃ લા ડોલ્સ વિટા
ડ્રેસ કોડઃ ઇટાલિયન સમર

સ્વિટ્ઝર્લેન્ડમાં પહોંચતાં ફંક્શન સમાપ્ત થાય પછી મહેમાનોને પાલેર્મો લાવીને પોતપોતાનાં ઘરે પહોંચાડાશે. આ કાર્યક્રમના ફોટા કે વીડિયો ના ઉતારાય એ માટે મહેમાનો માટે નો-ફોન પોલિસી પણ રખાઈ છે. અલબત્ત રાધિકાનો સ્પેસ થીમ આઉટફિટ વાઇરલ થઈ રહ્યો છે. અનંત અને રાધિકાના બીજા પ્રિ-વેડિંગ ફંક્શન પહેલાં વાયરલ થયેલો આઉટફિટ સ્પેસ થીમ આધારિત વેડિંગ ફંક્શન માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રેસ વિદેશી ડિઝાઈનર ગ્રેસી લિંગોએ બનાવ્યો છે. લિંગોએ કહ્યું છે કે, આ ડ્રેસ તૈયાર કરવામાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નમાં ઘણી અલગ-અલગ થીમ પાર્ટીઓ હશે. અનંત અને રાધિકાનું બીજું પ્રી વેડિંગ ફંક્શન કેવું હશે તેની ચર્ચા ચાલી રહી છે ત્યારે તેની સરખામણી પહેલા પ્રિ-વેડિંગ ફંક્શન સાથે થશે જ.

ઝાકમઝોળ ફંક્શન

  • જામનગરમાં પ્રિ-વેડિંગ ફંક્શનમાં 1200 લોકોએ હાજરી આપી.
  • 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન સમાહોહ.
  • સમગ્ર અંબાણી પરિવારે હાજરી આપી.

પહેલો દિવસઃ
સેલિબ્રેશનઃ એન ઇવનિંગ ઇન એવરલેન્ડ
ડ્રેસ કોડઃ કોકટેલ આઉટફિટ

બીજો દિવસઃ
સેલિબ્રેશનઃ અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ
ડ્રેસ કોડઃ જંગલ ફીવર

ત્રીજો દિવસઃ
સેલિબ્રેશનઃ ટસ્કર ટ્રેલ્સ અને હસ્તાક્ષર
ડ્રેસ કોડઃ હેરિટેજ ઇન્ડિયન આઉટફિટ

પહેલી ઇવેન્ટ આઉટડોર ઇવેન્ટ હતી. એટલે મહેમાનોએ જામનગરના કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો. છેલ્લી ઇવેન્ટ માટે મહેમાનો ‘હેરિટેજ ઇન્ડિયન આઉટફિટ’ પહેરીને આવ્યા હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સાથે અનંતના ભાઈ રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા મહેતા અને બાળકો વેદ અને પૃથ્વી, બહેન ઈશા અંબાણી, બનેવી આનંદ પિરામલ અને તેમનાં બાળકો આદિયા શક્તિ અને કૃષ્ણા પણ કાર્યક્રમમાં હાજર હતાં. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી, તેમનાં પત્ની ટીના અંબાણી અને સંતાનો પણ આ કાર્યક્રમમાં હાજર હતાં.

હસ્તીઓ રહી હતી હાજર

  • મેટાના CEO માર્ક ઝુકરબર્ગ.
  • માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ.
  • ગૌતમ અદાણી પરિવાર સાથે.
  • તાતા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન.
  • આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા.
  • ગોદરેજ પરિવાર.
  • ઈન્ફોસિસના વડા નંદન નીલેકણી.
  • RPSG ગ્રૂપના વડા સંજીવ ગોએન્કા.
  • વિપ્રોના રિષદ પ્રેમજી, બેંકર ઉદય કોટક.
  • સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલા.
  • એરટેલના ચેરમેન સુનીલ મિત્તલ.
  • ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી.
  • ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક.
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં દીકરી ઇવાન્કા.

જામનગરની પ્રિ-વેડિંગ ઇવેન્ટમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ તમામ ટોચના સ્ટાર્સ જોવા મળ્યા હતા. કયા સ્ટાર્સ હાજર રહ્યાં હતાં એ પણ અમે તમને જણાવીશું.

સીતારે જામનગર મેં

  • અમિતાભ બચ્ચન, અભિષેક, રજનીકાંત.
  • ખાન ત્રિપુટીઃ શાહરૂખ, સલમાન, આમિર.
  • અનિલ કપૂર, જીતેન્દ્ર, અક્ષય કુમાર અને અજય દેવગન.
  • રાની મુખર્જી, શાહિદ કપૂર, માધુરી દીક્ષિત અને સંજય દત્ત.
  • આલિયા ભટ્ટ, રણબીર કપૂર, બેબી રાહા, નીતુ કપૂર.
  • રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ.
  • સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી.
  • વિકી કૌશલ અને કેટરિના કૈફ.
  • વિધુ વિનોદ ચોપરા.
  • સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન.
  • અર્જુન કપૂર, રામ ચરણ, રિતેશ અને જેનેલિયા દેશમુખ અને કરિશ્મા કપૂર.
  • જાહ્નવી અને ખુશી કપૂર, અનન્યા પાંડે, આર્યન, સુહાના ખાન.
  • સારા ખાન અને ઇબ્રાહિમ અલી ખાન.

પ્રિ-વેડિંગ સેરેમનીમાં ક્રિકેટ જગતમાંથી રોહિત શર્મા, એમએસ ધોની અને સચિન તેંડુલકરે હાજરી આપી હતી. સ્મૃતિ ઈરાની, પ્રફુલ પટેલ, એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહ્યાં હતા.

સીતારે જામનગર મેં

  • પોપ સ્ટાર રિહાનાનું પણ પરફોર્મન્સ હતું.
  • રિહાનાએ બોલિવૂડ સોન્ગ ઝિંગાટ પર કર્યો હતો ડાન્સ.
  • રિહાના ભારતીય પત્રકારોને પણ મળી હતી.
  • અમેરિકન સિંગર એકોન અને ડીજે ચેતસ હાજર રહ્યા.
  • અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ અને મોહિત ચૌહાણે પરફોર્મન્સ આપ્યાં.

ડ્રોન શો ઉપરાંત અમેરિકન જાદૂગર ડેવિડ બ્લેનનો મેજિક શો પણ હતો. જેણે મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનનો નાટુ-નાટુ પર રામ ચરણ સાથેનો ડાન્સ પણ આકર્ષણનું કેન્દ્ર હતો. અક્ષય કુમાર, દિલજીત દોસાંઝ અને રણવીર-દીપિકાનો ગલ્લાન ગુડિયાં અને દાંડિયા પરફોર્મન્સે સૌને ખુશ કરી દીધા હતા. જોકે ફંક્શનની હાઈલાઈટ અંબાણી પરિવારનાં પરફોર્મન્સીસ હતાં અને આ પરફોર્મન્સે લોકોનાં દિલ જીતી લીધાં હતાં. અંબાણી પરિવારના સભ્યોએ ભારતીય સંસ્કૃતિ પર ગર્વ હોવાનું જણાવીને સૌને ફિદા કરી દીધા હતા. મુકેશ અંબાણીએ ભારતીય પરિવારોની એકતા અંગે આપેલા હૃદયસ્પર્શી ભાષણને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. સ્વાભાવિક રીતે જ ક્રૂઝ પરના ફંકશનની સરખામણી આ બધા સાથે થશે જ. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ ફંક્શન જામનગરમાં યોજાયું ત્યારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એની ચર્ચા થઈ હતી.હવે, બીજા પ્રિ-વેડિંગ ફંક્શનની પણ સમગ્ર વિશ્વમાં ચર્ચા તો થશે જ.