એક રોબોટની આત્મહત્યા !
Prime 9 With Jigar: દક્ષિણ કોરિયાની ગુમી સિટી કાઉન્સિલમાં કામ કરતા એક અધિકારીના આપઘાતથી આખો દેશ દુઃખી છે. આ વાત સાંભળીને કોઈને નવાઈ નહીં લાગે. કેમ કે ઘણા અધિકારી એટલા લોકપ્રિય હોય છે કે તેમના મોતથી લોકો દુઃખી થઈ જાય પણ આ કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે, આ અધિકારી એક રોબો હતો. કોઈ રોબો આત્મહત્યા કરી લે એવું કોઈ દિવસ સાંભળ્યું છે ? રોબો એક મશીન છે કે જે યાંત્રિક રીતે કામ કરે છે એવું આપણે માનીએ છીએ. રોબોમાં કોઈ લાગણી કે સંવેદના હોતી નથી એવી સામાન્ય માન્યતા છે. આ સંજોગોમાં રોબોએ આપઘાત કરી લીધો એવી વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જોકે, દુનિયામાં આપણા માન્યામાં ના આવે એવું ઘણું બનતું હોય છે.
શું છે આ ઘટના?
- દક્ષિણ કોરિયામાં એક રોબોટની હતી વિશેષ ભૂમિકા.
- રોબોટ કામ કરતી વખતે સીડી પરથી કૂદી પડ્યો.
- દક્ષિણ કોરિયાના ગુમી શહેરની સિટી કાઉન્સિલની ઘટના.
- રોબોટ સિવિલ સર્વન્ટ તરીકે કામ કરતો હતો.
- સિવિલ સર્વન્ટનો મતલબ અધિકારી થાય.
શું કોઈ રોબોટ પણ આત્મહત્યા કરી શકે ? રોબોટે ભૂતકાળમાં હત્યા પણ કરી છે. (Part -1)#Prime9 #robotsuicide #Robot #Workholic #culture #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/a7mFdJVGwG
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 4, 2024
SOUTH KOREAના સ્થાનિક મીડિયાએ આ ઘટનાને દેશની પ્રથમ ‘રોબો આત્મહત્યા’ ગણાવી છે. તમે આ ન્યૂઝ કવરેજ જોઈ રહ્યા છો. જેમાં જણાવાયું છે કે,‘રોબો સુપરવાઈઝર’એ આત્મહત્યા કરી હોય એવો આ વિશ્વમાં પ્રથમ કિસ્સો છે. આ ઘટના વિશે અમે વધુ જણાવીશું.
રોબો સુપરવાઇઝર તરીકે ઓળખ
- રોબોનું કામ સુપરવિઝનનું હતું.
- રોબોની સુપરવાઇઝર તરીકે ઓળખ બની.
- રોબો સુપરવાઈઝરના આપઘાતે લોકોને ચોંકાવી દીધા.
- રોબો સુપરવાઈઝર સ્ટાફની ખૂબ જ નજીક હતો.
- રોબો દક્ષિણ કોરિયાનો પહેલો ખાસ રોબો.
- રોબોનું કામ સામાન્ય માનવ કર્મચારીઓ જેવું.
- લોકોની સમસ્યાઓનો ફટાફટ ઉકેલ લાવી દેતો હતો.
- એટલે જ કોરિયન મીડિયામાં તેના વિશે કવરેજ અપાયું.
- રોબો આખા દક્ષિણ કોરિયાનો પ્રિય બની ગયો હતો.
- સિટી કાઉન્સિલમાં એ બધે ફરી વળતો.
- બધાં કામ ફટાફટ થાય એની કાળજી લેતો.
- કર્મચારીઓની તકલીફોનું તરત નિરાકરણ પણ લાવતો.
- કર્મચારીઓને પણ રોબો સુપરવાઈઝર ખૂબ ગમતો.
- ઓફિસના સમય પછી પણ કામ કરતો.
- વિવિધ સરકારી કાગળો સ્થાનિક રહેવાસીઓ સુધી ઘરે ઘરે જઈને પહોંચાડતો.
- આખા શહેરમાં કોણ ક્યાં રહે છે એની સંપૂર્ણ માહિતી એની પાસે હતી.
- લોકોને માહિતી આપીને મદદ કરતો હતો.
- સ્થાનિક લોકો તેની સાથે જોડાણ અનુભવતા.
શું કોઈ રોબોટ પણ આત્મહત્યા કરી શકે ? રોબોટે ભૂતકાળમાં હત્યા પણ કરી છે. (Part -2)#Prime9 #robotsuicide #Robot #Workholic #culture #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/Puwbe6f3Lx
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 4, 2024
રોબો સુપરવાઈઝર ગુમી સિટી કાઉન્સિલમાં કામ માટે આવતાં બહારનાં લોકોને પણ ઘણી મદદ કરતો. તેથી તેની લોકપ્રિયતા જબરદસ્ત હતી. આખરે આ રોબો સુપરવાઈઝર સિટી કાઉન્સિલની સીડી પરથી કૂદી પડ્યો અને એના ટુકડે ટુકડા થઈ ગયા. દક્ષિણ કોરિયાએ આ ઘટનાને ગંભીરતાથી લઈને ‘રોબો સુપરવાઈઝર’એ આપઘાત કરી લીધો હોવાનો કેસ નોંધ્યો છે.
શું કોઈ રોબોટ પણ આત્મહત્યા કરી શકે ? રોબોટે ભૂતકાળમાં હત્યા પણ કરી છે. (Part -3)#Prime9 #robotsuicide #Robot #Workholic #culture #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/6qalvGiUXE
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 4, 2024
શા માટે કરી આત્મહત્યા ?
- આપઘાતનાં કારણની તપાસ કરવા માટે એક ખાસ ટીમ બનાવાઈ.
- ટીમે રોબો સુપરવાઇઝરના ટુકડા એકત્રિત કરીને એનાલિસિસ કર્યું.
- ‘આપઘાત’ પહેલાં રોબો રહસ્યમય રીતે એક જ જગ્યાએ ફરતો જોવા મળ્યો.
- જગ્યાએ કંઈક હતું કે નહીં એ જાણવા માટે તપાસ.
- રોબોના પ્રોગ્રામિંગમાં સીડી પરથી કૂદકો મારવાનું ટાસ્ક હતું જ નહીં.
- આમ છતાં આ રોબોએ આખરે કેવી રીતે સીડી ઉપરથી કૂદકો માર્યો?.
- તપાસ અધિકારીઓ પણ મુંઝાઈ ગયા.
- લોકો કરે છે સવાલ કે, શું રોબો પર કામનું ભારણ વધારે હતું?.
- દક્ષિણ કોરિયામાં બનેલી આ ઘટના ચોંકાવનારી.
- વિજ્ઞાનીઓ આ ઘટનાને માને છે ખતરનાક સંકેત.
વિજ્ઞાનીઓનું માનવું છે કે, માણસે પોતે બનાવેલા રોબો અત્યાર સુધી માણસે બનાવેલા પ્રોગ્રામ પ્રમાણે વર્તતા હતા. જોકે, આ ઘટના એ વાતનો પુરાવો છે કે, રોબો પણ મશીનની જેમ વર્તવાના બદલે અચાનક માણસની જેમ વર્તન કરી શકે છે.
રોબો સંવેદના અનુભવી શકે?
- રોબોમાં પણ સંવેદનાઓ અને લાગણીઓ પેદા થઈ શકે.
- હતાશ થઈ શકે તો ગુસ્સો પણ આવી શકે.
- ગુસ્સો માણસ માટે ખતરનાક સાબિત થઈ શકે.
- માણસોના અસ્તિત્વ સામે પણ ખતરો ઊભો થઈ શકે.
- ભવિષ્યમાં રોબો વર્સીસ માણસો વચ્ચે જંગ થઈ શકે.
આ વાત કદાચ તમને અતિશયોક્તિ લાગતી હશે, પરંતુ ભૂતકાળમાં બનેલા કેટલાક કિસ્સા પર નજર નાંખશો તો સમજાશે કે, જે વાત આજે કાલ્પનિક લાગે છે એ કાલે હકીકતમાં બની શકે છે. દક્ષિણ કોરિયામાં તો રોબો સુપરવાઈઝરે સીડી પરથી કૂદીને પોતાનો જ અંત લાવી દીધો પણ ભૂતકાળમાં રોબોએ માણસો પર હુમલા કરીને તેમને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટનાઓ બની છે. અમે તમને આ ઘટનાઓ વિશે જણાવીશું.
થોડા સમય પહેલાં વિશ્વના સૌથી ધનિકોમાં એક ઇલોન મસ્કની કંપની ટેસ્લાની ગીગા ટેક્સાસ ફેક્ટરીમાં માણસ પર રોબોએ હુમલો કરી દીધો હતો.
હુમલાખોર રોબોટ
- 10 નવેમ્બર, 2021ના રોજ બની ઘટના.
- સાથીદારની સમયસૂચકતાને કારણે કર્મચારીનો જીવ બચી ગયો.
- એન્જિનિયરને ગંભીર ઈજાઓ થઈ.
- વાહનની ચેસીસ એસેમ્બલ કરવાના યુનિટમાં બની ઘટના.
- એક રોબોએ એન્જિનિયર પર હુમલો કર્યો.
- ટેસ્લાએ આ વાતને 2 વર્ષ સુધી છુપાવી.
- બે વર્ષ પછી આ ઘટના બહાર આવતાં ખળભળાટ મચી ગયો.
- ઘટના વખતે જ વિજ્ઞાનીઓએ આપી ચેતવણી.
- રોબો મનુષ્યો માટે ખતરનાક સાબિત થવાના છે એ સાબિત થવા માંડ્યું.
- ઇલોન મસ્કે વાતને ખોટી ગણાવી.
- મસ્કે દાવો કર્યો કે, ટેસ્લામાં આવું કંઈ થયું નથી.
- ડેઈલી મેલ અખબારે આ વાત સાચી હોવાના પુરાવા રજૂ કર્યા.
અખબારના રિપોર્ટ પ્રમાણે, આ એન્જિનિયર ટેક્સાસમાં ટેસ્લાની ઓસ્ટિન ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યારે એક બગડી ગયેલા રોબોએ તેના પર હુમલો કર્યો હતો.
હુમલાખોર રોબોટ
- બીજા રોબોઝ માટે સોફ્ટવેર પ્રોગ્રામિંગ કરી રહ્યો હતો એન્જિનિયર.
- એન્જિનિયરે મેઈન્ટેનન્સ માટેના બે રોબોને સ્વિચ્ડ-ઓફ કરી દીધા.
- ભૂલથી એક રોબો ચાલુ રહી ગયો.
- રોબોએ એન્જિનિયરને જમીન પર પછાડી દીધો.
- ખૂબ જ ખતરનાક તથા હિંસક બનીને હાથથી તેની પીઠને જકડી લીધી.
- સ્થળ પર હાજર કર્મચારીએ સમયસૂચકતા દાખવીને ઇમરજન્સીનું બટન દબાવ્યું.
- જેના કારણે એન્જિનિયર રોબોની પકડમાંથી મુક્ત થયો.
- એન્જિનિયરનો જીવ બચી ગયો.
- ઘટનાની જાણ ટ્રેવિસ કાઉન્ટી અને આરોગ્ય વિભાગને કરાઈ.
- રિપોર્ટની કોપી અખબાર દ્વારા બહાર પડાતાં આ ઘટના સામે આવી.
ટ્રેવિસ કાઉન્ટી અને આરોગ્ય વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, એન્જિનિયર રોબોના હુમલાથી બચીને બહાર ભાગ્યો હતો અને ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, આ એન્જિનિયરના શરીર પર ઘણા ઠેકાણે ઉઝરડા અને ઘા હતા. આ રિપોર્ટના પગલે મસ્કે કંપનીનો બચાવ કરતાં X પર લખ્યું કે, બે વર્ષ પહેલાં એક સામાન્ય ઔદ્યોગિક કુકા રોબોની ઘટનાને મુદ્દે રાઇનો પહાડ બનાવતા મીડિયાને શરમ આવવી જોઈએ.
કોની ભૂલ?
- રોબોને પ્રોગામ દ્વારા કહેવામાં આવ્યું હતું એ જ એણે કર્યું.
- એન્જિનિયરની ભૂલ ગણી શકાય.
- એન્જિનિયરે વિચાર્યું હશે કે, રોબો બંધ છે.
- હકીકતમાં રોબો ચાલુ હતો.
- ટ્રેવિસ કાઉન્ટી અને આરોગ્ય વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી.
- રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરાયો.
- ટેસ્લાની ફેક્ટરીમાં દર 21માંથી એક કામદારને રોબોના કારણે ઈજા થઈ.
આ રિપોર્ટ ‘યુએસ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન’ને અપાયેલો પણ આખી વાતને પછી દબાવી દેવાઈ. આ હુમલાના થોડા દિવસ પછી ચેસ રમતા રોબોએ બાળકની આંગળી તોડી નાંખી હોવાની ઘટના બની.
બાળકની આંગળી તોડી નાંખી
- 25 જુલાઈ 2022ના રોજ બની ઘટના.
- રશિયાની રાજધાની મોસ્કોમાં ચેસની મેચ.
- રોબોએ 7 વર્ષના બાળકની આંગળી તોડી નાખી.
- મોસ્કો ચેસ ફેડરેશનના પ્રેસિડેન્ટ સર્ગેઈ લાજરેવની કબૂલાત.
- રોબોએ બાળકની આંગળી તોડી નાખી એ ખૂબ ગંભીર ઘટના.
- હવે બાળકોમાં રોબો સાથે રમવાનો ડર.
- સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ.
- વીડિયોમાં રોબો અને બાળક ચેસ રમતાં જોવા મળ્યા.
- રોબો પહેલાં બાળકના ચેસની પ્યાદાને ઉઠાવીને બહાર કરે છે.
- રોબો તેની આંગળી પકડીને મચડી નાંખે છે.
- બાળકની મદદ કરવા માટે આવેલા 4 લોકો આગળ આવ્યા.
- બાળકને રોબોની પકડમાંથી માંડ માંડ છોડાવે છે.
- સુધીમાં બાળકની આંગળી તૂટી ગઈ હતી.
ચેસ ફેડરેશનના લાજરેવના દાવા પ્રમાણે, રોબો અગાઉ કોઈ પણ ગરબડ વગર અનેક મેચ રમી ચૂક્યો પણ આ વખતે દુર્ઘટના થઈ ગઈ. સ્વાભાવિક રીતે જ મોસ્કોની દુર્ઘટનાને કારણે લોકોમાં રોબોઝનો ભય પેદા થઈ ગયો છે. આ ઘટનાઓ તો નાની છે, બાકી ભૂતકાળમાં રોબોએ માણસને મારી નાંખ્યા હોય એવી ઘટનાઓ પણ બની છે.
કિલર રોબો
- દક્ષિણ કોરિયામાં 9 નવેમ્બર, 2023ના રોજ ઘટના બની.
- ગ્યોંગસોંગ પ્રાંતમાં એગ્રિકલ્ચરલ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની ઘટના.
- રોબો મરચાં ભરેલા બોક્સ ખસેડી રહ્યો હતો.
- અચાનક એના સેન્સરમાં ખરાબી આવી.
- રોબો 40 વર્ષના સુપરવાઇઝરને પણ બોક્સ સમજી બેઠો.
- રોબોએ આ સુપરવાઇઝરને એટલા જોરથી દબાવ્યો હતો કે તેનુ મોત થઈ ગયું.
- રોબોએ સુપરવાઇઝરને પોતાના પોલાદી હાથમાં જકડી લીધો.
- તેના ચહેરા અને છાતી પર ગંભીર ઈજાઓ થઈ.
- બીજા કામદારોએ માંડ માંડ તેને છોડાવ્યો.
- સુપરવાઈઝરને હોસ્પિટલ લઈ જવાયો પણ તે બચી શક્યો નહોતો.
આ રોબોના સેન્સરમાં ખરાબી આવવાના કારણે તે માણસ અને મરચાના બોક્સ વચ્ચેનો તફાવત પારખી શક્યો નહોતો તેવી જાણકારી તપાસમાં સામે આવી છે. દક્ષિણ કોરિયામાં 2023ના માર્ચમાં એક ઓટોમોબાઇલ પાર્ટ્સ ફેકટરીમાં રોબોએ 50 વર્ષના એક કર્મચારીને ખરાબ રીતે ઘાયલ કરી દીધો હતો. રોબોના પ્રોગ્રામિંગમાં ગરબડ થાય તો એ ગમે તેને મોતને ઘાટ ઉતારી શકે છે ને બેકાબૂ બનીને તબાહી શર્જી શકે છે તેનું આ ટ્રેલર છે. આ તો રોબોની સિસ્ટમમાં જાતે ગરબડ થાય તો તેના કારણે સર્જાતી સમસ્યાઓની વાત થઈ પણ ભવિષ્યમાં ઇરાદાપૂર્વક ગરબડ કરાય તો જબરદસ્ત તારાજી સર્જાય. અત્યારે જે રીતે કોમ્પ્યુટર સિસ્ટમને હેક કરીને ગરબડ કરાય છે એ રીતે ભવિષ્યમાં રોબોને પણ હેક કરીને તેમનો કિલિંગ મશીન બનાવી શકાય છે. આ ખતરો મોટો છે પણ તેનાથી પણ મોટો ખતરો AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે.
AIથી ખતરો
- AIના કારણે રોબો માનવજાત માંટે મોટો ખતરો બની શકે.
- આવો ખતરો બહુ વધી ગયો.
- રોબો AI આધારિત બનશે.
- રોબો ખતરનાક સાબિત શઈ શકે.
- માનવજાતના અસ્તિત્વને જ મિટાવી શકે.
- અત્યારના રોબોઝ AI આધારિત નથી.
- કોમ્પ્યુટર બેઝ્ડ પ્રોગ્રામના આધારે કામ કરે છે અત્યારના રોબોઝ.
- AI પણ કોમ્પ્યુટર સોફ્ટવેરની જેમ એક પ્રકારની ઈન્ફર્મેશન ટેકનોલોજી.
- AI માણસની જેમ વર્તે છે તેથી તેનો ખતરો મોટો.
ઘણા નિષ્ણાતો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત રોબોને માનવ ભવિષ્ય માટે ખતરો કહી રહ્યા છે. અત્યાર સુધી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIના કારણે લાખો લોકો નોકરી ગુમાવશે એવી ચેતવણી બહુ અપાઈ છે પણ ઇમાદ મુસ્તાકે ચેતવણી આપી છે કે, AI રોબો આવનારા સમયમાં માણસોને નિયંત્રિત કરી શકે છે. ઇમાદ મુસ્તાક બ્રિટિશ ટેક ફર્મ સ્ટેબિલિટી AIના સ્થાપક છે. આ કંપનીએ બનાવેલું ટૂલ ઓનલાઈન ફોટા બનાવવામાં મદદ કરે છે. ટેક્સ્ટ ઈન્સ્ટ્રક્શન અને ઈમેજીસનું વિશ્લેષણ કરીને AIની મદદથી ફોટા બનાવતા ટૂલના શોધક મુસ્તાદનું કહેવું કે, AIના કિસ્સામાં સૌથી ખરાબ સ્થિતિ એ છે કે, AI ખૂબ જ વિસ્તરણ કરી શકે છે અને લોકોને નિયંત્રિત કરી શકે છે. મુસ્તાદના કહેવા પ્રમાણે, આપણે કમ્પ્યુટર્સ આપણા કરતા વધુ સ્માર્ટ બનાવીશું તો ભવિષ્યમાં શું થશે એની ગેરંટી નથી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત એ જ દિશાનું પગલુ છે.
નિષ્ણાતો આપે છે ચેતવણી
- ઇલોન મસ્કે પણ AI વિશે ચિંતા વ્યક્ત કરી.
- મસ્કે AIને રોકવાની ડિમાન્ડ કરી.
- મસ્કે શક્તિશાળી AI સિસ્ટમના સંશોધનને રોકવાની વિનંતી કરી.
- AI સુરક્ષિત છે તેની ખાતરી ના થાય ત્યાં સુધી સંશોધન રોકો.
- આવી ચેતવણી મસ્ક સહિતના દુનિયાભરના ટેકનોલોજોની ધુરંધરોએ આપી.
- ટેક ધુરંધરો અનુસાર એક તબક્કા પછી AI મનુષ્યો પર પ્રભુત્વ મેળવી શકે.
- માનવ ભવિષ્ય તેના દ્વારા જોખમમાં મુકાઈ શકે.
- 1,000થી વધુ ટેક નિષ્ણાતોએ એક ખુલ્લો પત્ર પણ લખ્યો.
- ઓપન AIએ વર્ષ પહેલાં GPT-4 લોન્ચ કર્યું.
એ વખતે આ ધુરંધરોએ ચેતવણી આપી હતી કે, AI લેબ્સે ઓછામાં ઓછા 6 મહિના માટે GPT-4 કરતાં વધુ શક્તિશાળી AI સિસ્ટમને ટ્રેનિંગ આપવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ.
નિષ્ણાતો આપે છે ચેતવણી
- જ્યોફ્રી હિન્ટન AIના ગોડફાધર.
- વર્ષો સુધી કામ કર્યા બાદ હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપ્યું.
- હિન્ટને AI ટેક્નોલોજીને ઝડપથી વિકસાવવામાં ભૂમિકા બદલ અફસોસ વ્યક્ત કર્યો.
- અત્યારે રોબોનો ઉપયોગ ફેક્ટરીઓ, હોસ્પિટલ, સ્કૂલો કે ઘરે થાય છે.
- રોબોને લોકો પર હુમલા કરવા કે કોઈને મારી નાંખવા પ્રોગ્રામ્ડ નથી કરાયા.
- રોબોનું કામ જ લોકોને મારવાનું હશે.
- શક્યતા AIના કારણે વધી ગઈ.
- હાલના રોબોને નવી રીતે પ્રોગ્રામ્ડ કરાય તો એ બધા પણ સૈનિક કે ટેરરિસ્ટ બની જશે.
- જ્યોફ્રી હિન્ટનનું માનવું છે કે, રોબો સૈનિકો ખૂબ જ ડરામણા’ હશે.
- રોબો સૈનિકો યુદ્ધની શક્યતા વધારી દેશે.
કેમ્બ્રિજમાં ભણેલા કોમ્પ્યુટર વૈજ્ઞાનિક હિન્ટન કૃત્રિમ ન્યુરલ નેટવર્ક્સ પર સંશોધન કરીને AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ક્રાંતિ લાવ્યા. હવે તેમણે જ ચેતવણી આપી છે કે, આ પ્રગતિના કારણે ટર્મિનેટર-શૈલીના કિલિંગ મશીનોનો દુનિયા પર ખતરો વધી ગયો છે. હિન્ટને દાવો કર્યો હતો કે, અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ‘રોબો સૈનિકો ‘ બનાવવા માંગે છે. રોબો સૈનિકો ખૂબ જ ખતરનાક હશે અને એના કારણે અને માનવ સૈનિકોને ગુમાવવાનું જોખમ ન હોવાથી નાના દેશોની સુરક્ષા માટે જોખમ ઊભું થશે.
સુરક્ષાને જોખમ
- આતંકવાદીઓ પણ રોબો સૈનિકોનો ઉપયોગ કરશે.
- હુમલાખોરોએ સૈનિકો ગુમાવવાની ચિંતા નહીં કરવી પડે.
- ઈઝરાયલે ત્રણ વર્ષ પહેલાં જ રોબો આર્મી તૈયાર કરી હોવાનો દાવો.
- ઈરાન અને હમાસ જેવા દુશ્મનોનો સામનો કરે છે ઈઝરાયલ.
ઈઝરાયલની બે ડિફેન્સ કંપનીઓ ઈલ્બિટ અને રોબોટીમે બનાવેલી આ રોબો આર્મીના રોબોને સૈનિકો જે રોલ અદા કરે છે તેમાંથી ઘણા રોલ સોંપી શકાય તેમ છે એવો પણ દાવો કરાય છે. આ બંને કંપનીઓનો દાવો છે કે, આ રોબો બોર્ડર પર સૈનિકોની જગ્યાએ ફરજ બજાવવા પણ સક્ષમ છે. બોર્ડર પર સૈનિકોના જીવનો ખતરો રહેતો હોય છે ત્યાં આ રોબો આર્મી પાસે ગમે તે મિશન પૂરૂ કરાવી શકાય તેમ છે. આ રોબો ખતરનાક હથિયારોથી સજ્જ છે અને દુશ્મનને આંખના પલકારામાં ખતમ કરી શકે છે. વ્હીકલ સ્વરૂપે ડિઝાઈન કરાયેલા આ રોબો ખાસ છે.
રોબોની વિશેષતા
- માણસ સાથે મળીને યુદ્ધમાં લડી શકે.
- એક કનેક્ટેડ સિસ્ટમ તરીકે કામ કરે છે રોબો.
- પોતે જોખમને જાણીને વર્તી શકે છે રોબો.
- AIથી સજ્જ રોબો.
- ખરાબ પાર્ટને રોબો સૈનિકો આસાનીથી બદલી શકે.
- દરેક રોબોનું વજન 1200 કિલો.
આ રોબો ખરાબ રસ્તા અને પર્વતીય વિસ્તારો, બરફમાં કે રણમાં પણ ઓપરેટ થઈ શકે છે. પ્રતિ કલાક 30 કિમીની ઝડપે આગળ વધતા રોબોની બેટરી આઠ કલાક કામ કરે છે. આ રોબોમાં જનરેટર પણ લગાડી શકાય તેમ છે અને એક જ વ્યક્તિ સંખ્યાબંધ રોબોને ઓપરેટ કરી શકે છે. રોબોના અત્યાધુનિક સેન્સર સૈનિકોની ઓળખ કરી શકે છે અને પોતાની જાતે મૂવમેન્ટ નક્કી કરી શકે છે. અત્યારે તો સૈનિકોને સપ્લાય પહોંચાડવા, જાસૂસી કરવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે પણ ભવિષ્યમાં યુદ્ધના મેદાનમાં આ રોબો ઉતરી શકે છે. વિજ્ઞાન માનવજાત માટે ફાયદાકારક છે પણ તેનો અતિરેક ભારે પડી શકે છે તેનો અહેસાસ થઈ શકે છે.