November 28, 2024

‘ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર પ્રિયંકા ગાંધી લાલઘૂમ! મોદી સરકાર પાસે કરી મોટી માગ

Congress: કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે બાંગ્લાદેશમાં ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ઘટના “અત્યંત ચિંતાજનક” છે. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ. તેમણે ટ્વિટર પર લખ્યું, “બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિરના પૂજારીની ધરપકડના સમાચાર અને લઘુમતી હિન્દુઓ સામે ચાલી રહેલી હિંસા અત્યંત ચિંતાજનક છે.”

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, “હું કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા અને બાંગ્લાદેશ સરકાર સાથે લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો મુદ્દો મજબૂતીથી ઉઠાવવાની અપીલ કરું છું.” ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે તેને ચટગાંવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. દાસ પર બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ ધરાવનાર સ્ટેન્ડ પર કથિત રીતે ધ્વજ ફરકાવવા બદલ દેશદ્રોહનો આરોપ છે. બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિરના એક સંતની ધરપકડ અને લઘુમતી હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાના સમાચાર અત્યંત ચિંતાજનક છે.

આ પણ વાંચો: Live: શિયાળુ સત્રનો ત્રીજો દિવસ, પ્રિયંકા ગાંધીએ ​​સાંસદ તરીકે શપથ લીધા