November 22, 2024

R Ashwin ટેસ્ટ ક્રિકેટનો બન્યો કિંગ

અમદાવાદ: ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર ​​આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. આર અશ્વિને તેની ટેસ્ટ કરિયરની 500 વિકેટ પૂર્ણ કરી છે. તમને જણાવી દઈએ કે ટેસ્ટ કારકિર્દીમાં 500 વિકેટ લેનારો ભારતનો બીજો બોલર બની ગયો છે. આ પહેલાની વાત કરવામાં આવે તો અનિલ કુંબલે અને 8 બોલર જ 500 ટેસ્ટ વિકેટનો આંકડો સ્પર્શી શક્યા હતા.

500 વિકેટ પૂરી કરી
રવિચંદ્રન અશ્વિને 98 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે 184 ઈનિંગ્સમાં ટેસ્ટમાં 500 વિકેટ પૂરી કરી છે. જેના કારણે તે ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. ટેસ્ટમાં 500 વિકેટ લેનાર બોલરોની વાત કરવામાં આવે તો મુથૈયા મુરલીધરન 800 વિકેટ, શેન વોર્ન 708 વિકેટ, જેમ્સ એન્ડરસન 695 વિકેટ, અનિલ કુંબલે 619 વિકેટ, સ્ટુઅર્ટ બ્રોડે 604 વિકેટ, ગ્લેન મેકગ્રા 563 વિકેટ, કર્ટની વોલ્શે 519 વિકેટ, નાથન લિયોને 517 વિકેટ, આર અશ્વિને 500 વિકેટ લીધી છે.

વિકેટ લેનારા બોલરો
ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે આર અશ્વિન બીજા સ્થાને છે. જ્યારે અનિલ કુંબલે આ યાદીમાં સૌથી આગળ છે. અનિલ કુંબલેએ ભારત તરફથી ટેસ્ટમાં કુલ 619 વિકેટ લીધી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે અશ્વિન પણ બીજા સ્થાને છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 728 વિકેટ લીધી છે.

અશ્વિનની મોટી ભૂલ
અમ્પાયરે અશ્વિનને ડેન્જર એરિયામાં દોડવા માટે તેને દોષી ગણાવ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાને 5 રનના દંડનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે આ કારણથી ઈંગ્લેન્ડની ટીમને ફાયદો થયો અને તેના ખાતમાં 5 રન એડ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે હવે જયારે ઈંગ્લેન્ડ તેની ઇનિંગની શરૂ કરશે ત્યારે તેના સ્કોર બોડમાં પહેલેથી જ 5 રન ઉમેરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે જો ક્રિકેટર પિચની વચ્ચે દોડવા માટે દોષિત સાબિત થાય છે તો તેને પહેલી વખત ચેતવણી આપવામાં આવે છે. ત્યારબાદ તને દંડ આપવામાં આવે છે. જેના કારણે આ મેચ દરમિયાન રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તે પણ પીચની વચ્ચે દોડી ગયો હતો ત્યારે ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ અશ્વિને પણ આવું કર્યું ત્યારે અમ્પાયર દ્વારા ભારતીય ટીમ પર 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો છે.