Rajkot અગ્નિકાંડ મામલે Rajkot CP પાસે HCએ માગ્યો આ મોટો ખુલાસો
Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. TRP ગેમઝોન કોઈ પણ ઓથોરિટીની મંજૂરી વિના જ ચાલી રહ્યુ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, ગેમિંગ ઝોનને પોલીસ તરફથી અપાયેલી મંજૂરી માત્ર ટિકિટ વેચવા પૂરતી જ સીમિત હતી. ત્યારે પોલીસે ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(x) હેઠળ જ મંજૂરી આપી હોવાનું સામે આવ્યું છે. સરકારે આ વાત હાઇકોર્ટમાં કરેલા સબમિશનમાં લખી છે.
આ પણ વાંચોઃ RMCની એફિડેવિટથી અનેક સવાલ, તંત્ર ઉંઘતુ રહ્યું ‘ને 28 હોમાઈ ગયા!
સરકારના સબમિશન પર હાઈકોર્ટે રાજકોટ CP પાસે ખુલાસો માગી અલગથી સોગંદનામુ ફાઈલ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(x) કે 33 (w)ની જોગવાઈ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. તે અંગે ખુલાસો માગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ એક્ટની કલમ 33 (x) હેઠળ માત્ર ટિકિટ વેચવાની જ મંજૂરી મળે છે. કલમ 33 (w) હેઠળ પબ્લિક અમ્યુઝમેન્ટને ચલાવવાની મંજૂરી આપવામાં આવે છે. આ મંજૂરી લેવા માટે એન્ટ્રી, એક્ઝિટ ગેટ, પબ્લિક સેફ્ટી, ફાયર સેફ્ટી સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડે છે.
આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ પરિવારને સોંપાયા
અત્યાર સુધીમાં ત્રણ આરોપીની ધરપકડ
આ દુર્ઘટનામાં કુલ 7 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ગઈકાલે મુખ્ય આરોપી ધવલ ઠક્કરને બનાસકાંઠા એલસીબીએ આબુરોડથી ઝડપી પાડ્યો હતો.તો ભાગીદાર રાહુલ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી હતી. બે દિવસ પહેલાં માલિક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે ભાગીદાર રાહુલ રાઠોડને ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારબાદ
કોની કોની સામે ફરિયાદ નોંધવામાં આવી?
TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ધવલ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. તેમાંથી હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 32નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.