રાજકોટમાં PM મોદીના આગમનની તડામાર તૈયારીઓ ચાલુ
રાજકોટઃ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રમ્યા મોહન સભાસ્થળે પહોંચ્યા છે. આ ઉપરાંત તેમની સાથે ઘણાં ઉચ્ચ અધિકારીઓ પર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને સમીક્ષા હાથ ધરી છે.
જનસભા માટે વિશાળ 5 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. નાગરિકોને અગવડતા ન પડે તે માટે 1400 એસટી બસ કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે. ભાજપને 1 લાખથી વધુ જનમેદની ભેગી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઇમ્સ, જનાના હોસ્પિટલ સહિતના લોકાર્પણ તેમજ ખાતમૂહુર્તના કાર્યક્રમો કરશે. આમ, કુલ રૂપિયા 5000 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત રાખવામાં આવ્યું છે.