September 12, 2024

આ 7 વસ્તુઓ વગર અધૂરી છે રક્ષાબંધન, બહેનોએ આ વસ્તુઓ થાળીમાં જરૂરથી રાખવી

Raksha Bandhan 2024: વર્ષ 2024માં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારે ઉજવવામાં આવશે. રાખડી બાંધવાનો શુભ સમય લગભગ બપોરે 1.30 થી રાતે 9 વાગ્યા સુધીનો રહેશે. આજે અમે તમને જણાવીશું કે આ દિવસે બહેનોએ તેમની રક્ષાબંધન થાળીમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ.

તિલક કરવા માટે કંકુ રાખો
રક્ષાબંધનના દિવસે બહેનોએ પૂજાની થાળીમાં કંકુ ચોક્કસ રાખવું જોઈએ. કંકુથી ભાઈને સૌભાગ્ય મળે છે અને ભાઈ-બહેનનો સંબંધ અતૂટ રહે છે.

પૂજા થાળીમાં દીવો રાખો
રક્ષાબંધનના દિવસે તમારે પૂજા થાળીમાં દીવો ચોક્કસ રાખો. દીવાને પ્રકાશ અને જ્ઞાનનું પ્રતિક ગણવામાં આવે છે. દીવા વગર પૂજાની થાળીને અધૂરી માનવામાં આવે છે.

આ પણ વાંચો: સોમવાર-સ્નેહના બંધનના દિવસે ઉપવાસ નહીં તૂટે, બનાવો પેટ ભરાઈ જાય એવી વાનગી

થાળીમાં અખંડ ચોખા રાખો
તમારી પૂજાની થાળીમાં અખંડ ચોખા રાખો. કંકુ લગાડીને તમારા ભાઈને ચોક્કસ ચોખા લગાવો. આમ કરવાથી ભાઈ-બહેન બંનેના જીવનમાં સમૃદ્ધિ આવે છે.

રાખડી
તમારે થાળીમાં રાખડી રાખવી જોઈએ. થાળીમાં રાખેલી રાખડી ઉપાડ્યા પછી તમારે તેને તમારા ભાઈના કાંડા પર બાંધી દેવી જોઈએ. તમારે તે વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે કાળા કે વાદળી કલરનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

થાળીમાં નારિયેળ રાખો
રક્ષાબંધન પર બહેનોએ થાળીમાં નારિયેળ રાખવું જોઈએ નારિયેળનો સંબંધ દેવી લક્ષ્મી સાથે જોડવામાં આવ્યો છે. જો રક્ષાબંધન દરમિયાન બહેનો પોતાના ભાઈને નારિયેળ આપે તો ભાઈના જીવનમાં ધન અને સમૃદ્ધિ વધે છે. ભાઈ-બહેન વચ્ચે પ્રેમ પણ વધે છે.

મીઠાઈઓ
રક્ષાબંધનની આ થાળીમાં પણ મીઠાઈ રાખવી જોઈએ અને જો આ મીઠાઈ ભાઈ અને બહેન બંનેને પસંદ આવે તો તે વધુ સારું છે. મીઠાઈ ખાવાથી ભાઈ-બહેનના સંબંધોમાં પણ મધુરતા જળવાઈ રહે છે.