February 2, 2025

કોહલીની સુરક્ષામાં ફરી ચૂક, ત્રણ ચાહકો મળવા માટે મેદાનમાં દોડી આવ્યા

Ranji Trophy 2024-25: રણજી મેચ દિલ્હીમાં ચાલી રહી છે. વિરાટ કોહલી પણ આ મેચ રમી રહ્યો છે. જેના કારણે ચાહકો પણ મોટી સંખ્યામાં આ મેચ જોવા માટે આવતા હોય છે. આ વચ્ચે વિરાટ કોહલીની સુરક્ષામાં ફરી ભૂલ થઈ છે. એક સાથે ત્રણ ચાહકો તેને મળવા મેદાનમાં આવી પહોંચ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો: સુરક્ષા પાંખ થશે વધુ મજબૂત, મોદી સરકારે વધાર્યું બજેટ

વિરાટ તરફ દોડી આવ્યા
વિરાટ મેચ રમી રહ્યો હતો ત્યારે ત્રણ ફેન્સ મેદાન પર વિરાટ તરફ દોડતા આવી રહ્યા હતા. સિક્યુરિટી ગાર્ડ તેને રોકવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ સિક્યુરિટી ગાર્ડ પાસેથી તે છટકવામાં સફળ થયા હતા. પહોંચીને તેણે કોહલીના પગને સ્પર્શ કર્યો હતો. અવારનવાર એવા બનાવો સામે આવી રહ્યા છે જેના કારણે વિરાટની સુરક્ષામાં ભંગ થઈ રહ્યો છે.