મારો વોર્ડ – મારી સમસ્યા: રાપરમાં ટ્રાફિકની સમસ્યા લીધે લોકોને હાલાકી
રાપર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આવતા 15 દિવસમાં જ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે અને પરિણામ પણ જાહેર થશે. જોકે એ પહેલા ન્યુઝ કેપિટલની ટીમ દ્વારા આ નગરપાલિકાઓની કેવી હાલત છે લોકોની શું માંગણી છે. લોકોને શું સમસ્યા છે વગેરે બાબતે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કચ્છની રાપર અને ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. રાપરના 7 વોર્ડના 28 બેઠકો માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે.
રાપર નગરપાલિકામાં સમસ્યાઓનો ભરમાવો છે. રાપર શહેરમાં પ્રાથમિક સુવિધાઓ અભાવ છે, જેમ કે પીવાના પાણી, આરોગ્ય, રસ્તા, સફાઈ, ઉભરાતી ગટર સહિતની સમસ્યાઓને લઇ લોકો ત્રસ્ત થયાં છે. રાપરમાં આખલાના આતંકના કારણે અનેક નિર્દોષ લોકોના મોત થયા છે. રાપરમાં ટ્રાફિકની સમસ્યા લીધે લોકોને હાલાકી પડી રહી છે. છેલ્લા ઘણા સમયથી રાપર નગરપાલિકામાં વહીવટદાર શાસન છે અને કાયમી ચીફ ઓફિસર નથી. ‘વાગડ સૌથી આગળ’એ સ્લોગન પૂરતું સીમિત થઇ ગયું છે. આ વખતે રાપર નગરપાલિકાની ચૂંટણીમાં નવાજુની એંધાણ