December 28, 2024

Jasprit Bumrah વિશે રવિ શાસ્ત્રીએ કહી મોટી વાત

Jasprit Bumrah: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચે જસપ્રિત બુમરાહને લઈને મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે બુમરાહને પૂછ્યા વિના તેને વાઈટ બોલ ક્રિકેટમાં નિષ્ણાત જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. જેમાં સૌથી વધારે પ્રથમ બે મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનું શાનદાર પ્રદર્શન અત્યાર સુધીમાં જોવા મળ્યું છે. બુમરાહે હવે બંને મેચ સહિત 15 વિકેટ પોતાના નામે કરી છે.

2 વર્ષની રાહ
વિશાખાપટ્ટનમમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની જીતમાં બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી છે. આ તમામ વાત વચ્ચે રવિ શાસ્ત્રીએ હવે તેમના નિવેદનમાં મોટો ખુલાસો કર્યો છે. બુમરાહની વાત કરતા તેમણે જણાવ્યું કે બુમરાહ પણ તેની શરૂઆતની કારકિર્દીમાં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ખુબ જ ઉત્સાહી હતો. વર્ષ 2016માં બુમરાહને લિમિટેડ ઓવર્સના ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. તમને જણાવી દઈએ કે ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે તેને લગભગ 2 વર્ષ રાહ જોવી પડી હતી.

ખેલાડી હોવો જોઈએ
રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સંપૂર્ણપણે વ્યસ્ત હતો. તે જુસ્સાદાર હતો. તે સખત મહેનત કરવા અને સખત ક્રિકેટ રમવા માટે તૈયાર હતો, જે મારી વિચારસરણી સાથે મેળ ખાતો હતો. જ્યારે તમે ઓસ્ટ્રેલિયા અથવા પાકિસ્તાન સામે રમો છો, ત્યારે તમારી પાસે એક એવો ખેલાડી હોવો જોઈએ જે ફરિયાદ ન કરે અને કોઈ બહાનું ન બનાવે.

નંબર 1 ટેસ્ટ બોલર
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. આખરે તેને તે મળી ગયું જેનો તે ખરેખર હકદાર હતો. જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રેન્કિંગમાં ચોથા નંબર પર હતો. પરંતુ છેલ્લી બે ટેસ્ટ મેચમાં બુમરાહે 15 વિકેટ લઈને નંબર 1નું સ્થાન મેળવ્યું હતું. તેણે નંબર 1 બનીને તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં તે એકમાત્ર એવો બોલર છે જેણે દરેક ફોર્મેટમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર છે.