September 25, 2024

રવિચંદ્રન અશ્વિન પાસે આ 2 રેકોર્ડ બનાવવાની તક

IND vs BAN: ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી હરા આપી હતી. હવે ટીમ ઈન્ડિયા આગામી મેચ માટે કાનપુરમાં પહોંચી છે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું પ્રદર્શન ખાસ જોવા મળ્યું હતું. આ સમયે અશ્વિને બેટ અને બોલ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

શેન વોર્નને પાછળ છોડી દેશે
બાંગ્લાદેશની બીજી ઇનિંગ દરમિયાન અશ્વિને 21 ઓવરમાં 88 રન આપીને 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ણે તેની કારકિર્દીમાં 37મી વખત ટેસ્ટ ઇનિંગ્સમાં 5 વિકેટ લઈને શેન વોર્નની બરાબરી કરી લીધી હતી. આવનારી મેચમાં તે 5 વિકેટ લેશે તો તે શેન વોર્નને પાછળ છોડી દેશે. તમને જણાવી દઈએ કે ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ 5 વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મહાન સ્પિનર ​​મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 67 ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ

  • આર અશ્વિન – 37
  • શેન વોર્ન- 37
  • મુથૈયા મુરલીધરન – 67
  • સર રિચાર્ડ હેડલી – 36
  • અનિલ કુંબલે- 35

નાથન લિયોનને પાછળ છોડવાની તક
અશ્વિન પાસે માત્ર શેન વોર્નને જ નહીં પરંતુ નાથન લિયોનને પણ પાછળ છોડવાની તક મળવાની છે. અશ્વિનના નામે 101 ટેસ્ટ મેચોમાં 522 વિકેટ છે. જો તે આવનારી મેચમાં તે 9 વિકેટ લેશે તો તે સૌથી વધુ વિકેટ લેવાના મામલે લિયોનને પાછળ છોડી દેવામાં સફળ થઈ જશે. લિયોને 129 ટેસ્ટ મેચમાં 530 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે લિયોન 7માં નંબર પર છે. આર અશ્વિન 8માં સ્થાન પર છે.

આ પણ વાંચો: જાડેજાની સિદ્ધિમાં વધુ એક મોરપંખ, સૌથી વધુ સિક્સર મારવામાં ધુરંધરની કરી બરોબરી

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

  • અનિલ કુંબલે- 619
  • સ્ટુઅર્ટ બ્રોડ – 604
  • ગ્લેન મેકગ્રા- 563
  • મુથૈયા મુરલીધરન – 800
  • શેન વોર્ન – 708
  • જેમ્સ એન્ડરસન – 704
  • નાથન લિયોન- 530
  • આર અશ્વિન- 522