October 24, 2024

ઓલપાડમાં વરસાદના કારણે તૈયાર ડાંગરનો પાક બરબાદ, ખેડૂતોને ખોબે આંસુડે રડાવ્યા

Surat Rain: દિવાળીના આડે હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકાના ખેડૂતોની હાલત કફોડી જોવા મળી છે. કારણે ભારે વરસાદના કારણે તૈયાર ડાંગરનો પાક બરબાદ થયો હતો.

ડાંગરનો પાક બરબાદ
ઓલપાડ તાલુકાના ખેડૂતોની હાલત કફોડી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે તૈયાર ડાંગરનો પાક બરબાદ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ડાંગરની ખેતી થાય છે. ત્યારે ખેડૂતોના તૈયાર માલ પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ પાક સુકાવવા હાઇવે પર નાંખ્યો હતો. અંદાજે ખેડૂતોનો 70 ટકા ડાંગરનો પાક બરબાદ થઈ ગયો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, હથિયાર સાથે એકની ધરપકડ

પાક સુકાવવા ખેડૂતો મજબુર
ખેતરમાંથી વરસાદમાં પલળી ગયેલો ડાંગરનો પાક સ્ટેટ હાઇવે પર ખેડૂતોએ સુકાવવા નાંખ્યો હતો. વાહનોથી ધમ ધમતા સ્ટેટ હાઇવે પર ડાંગરનો પાક સુકાવવા ખેડૂતો મજબુર બન્યા છે. ગામની સીમમાં પાણી અને કાદવ કીચડ હોવાથી બચી ગયેલો પાક સૂકવવા ખેડૂતો મજબૂર થયા છે. એક બાજૂ ખેડૂતોને પાકનો ભાવ મળી રહ્યો નથી અને બીજી બાજૂ વરસાદના કારણે પાકને નુકસાન થયું છે.