May 18, 2024

સુવિધાઓ ન મળતા હારીજના રહીશોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી

ભાવેશ ભોજક, પાટણ: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારનો દોર ધમધમતો બનાવ્યો છે, તો બીજી તરફ પાયાની સુવિધાઓ ન મળતા સ્થાનિકો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનો પણ જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ પણ ઉચ્ચારી છે. પાટણ લોકસભા મતવિસ્તારના ચાણસ્મા વિધાનસભામાં સમાવિષ્ટ હારીજ શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને માર્ગો ઉપર વહી રહ્યું છે, જેને લઇ અહીં રહેતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

બીજી બાજુ નગરપાલિકાના સત્તાધીશોની ગંભીર બેદરકારીનો ભોગ ઇન્દિરા નગરના રહીશોને બનવો પડે છે. નગરપાલિકા તંત્રની આ કામગીરી સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કરી દેખાવો કર્યા હતા અને ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ વિસ્તારના રહીશોએ ઉચ્ચારી છે.

હારીજના ઇન્દિરા નગરમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને માર્ગો ઉપર રેલાતા મચ્છરો અને જીવાતોનો ઉપદ્ર વધ્યો છે અને સમગ્ર ઇન્દિરા નગર નર્કગાર બન્યું છે. મચ્છરોને લઈને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. વારંવાર આ વિસ્તારના લોકોને બીમારીનો ભોગ બનવું પડે છે. ઇન્દિરા નગરમાં ભરાઈ રહેતા દૂષિત પાણીમાં ચાલીને બાળકો, વૃદ્ધો સહિતના સ્થાનિકોને ફરજિયાત પસાર થવાની જરૂર પડે છે. ભૂગર્ભ ગટરનું ઢાંકણું પણ ન હોવાને કારણે વાહનચાલકો અનેકવાર નાના મોટા અકસ્માતોના ભોગ બન્યા છે. બીજી બાજુ પીવાનું શુદ્ધ પાણીને લઈને પણ આમથી તેમ લોકોને ભટકવાનો વારો આવ્યો છે. આ અંગે સ્થાનિક લોકોએ હારીજ પાલિકા મામલતદાર તેમજ રાજકીય આગેવાનોને અનેક રજૂઆતો કરી હોવા છતાં સ્થાનિક પ્રશ્નોને લઈને આંખ આડા કાન કરવામાં આવતા આજે ઇન્દિરા નગર વિસ્તારના લોકોએ ગટરની સમસ્યા દૂર કરો નહીં તો વોટ નહીં ના મારા લગાવી દેખાઓ કર્યા હતા અને પોતાનો અવાજ સત્તાધીશો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

હારીજ ના ઇન્દિરા નગર વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્કાળજી અને બેદરકારીને કારણે નરકાઘર સ્થિતિમાં જીવન વિતાવવા મજબૂર થયા છે. આ વિસ્તારમાં કચરાના ઢગ પણ જોવા મળી રહ્યા છે છતાં આ વિસ્તારની સફાઈ કરવામાં આવતી નથી ત્યારે ઇન્દિરા નગરના લોકોને પાયાની સુવિધાઓ ક્યારે મળશે

  • હારીજ ના ઇન્દિરા નગરમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ નો અભાવ.
  • છેલ્લા ઘણા વર્ષોથી ઇન્દિરા નગરમાં ભૂગર્ભ ગટરના ધંધા પાણી માર્ગો ઉપર રેલાય છે.
  • ગંદા પાણીને લઈને ઇન્દિરા નગરના લોકો નર્કાગાર સ્થિતિમાં જીવવા બન્યા મજબૂર.
  • અનેકવાર ની રજૂઆતો છતાં કોઈપણ કામગીરી કરાવી નથી.
  • નગરપાલિકા ના સત્તાધીશો દ્વારા કામગીરી ન કરાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ.
  • ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની સ્થાનિકોની ચીમકી