રાહુલ દ્રવિડને Rohit Sharmaએ આપી ડિજિટલ વિદાય, લખી ભાવુક પોસ્ટ
Rohit Sharma: T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ ટીમ ઈન્ડિયાએ જીતી લીધો છે. જીતની સાથે રાહુલ દ્રવિડનો ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. હવે કેપ્ટન રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર દ્રવિડ વિશે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે
કેપ્ટનશીપના વખાણ થયા
ભારતીય ક્રિકેટ ટીમ 29 જૂનના રોજ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને વિજય મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયા 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતવામાં સફળ રહી છે. જીતની સાથે રોહિતની કપ્તાનીના વખાણ થયા હતો. આ મેચમાં જીતની સાથે રાહુલ દ્રવિડ માટે તે તેના કાર્યકાળની સૌથી મોટી ઉપલબ્ધિ બની હતી. ત્યારે રોહિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના માટે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.

View this post on Instagram
પોસ્ટમાં લખ્યું આ
રોહિત શર્માએ રાહુલ દ્રવિડ વિશે શેર કરેલી ભાવનાત્મક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અત્યારે હું મારી લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે યોગ્ય શબ્દો શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું. બીજા ખેલાડીઓની જેમ હું પણ બાળપણથી જ તમારો આદર કરું છું. હું પોતાને ભાગ્યશાળી માનું છું તેનું કારણ એ છે કે તમારી સાથે આટલી નજીકથી કામ કરવાની તક મળી છે. તમારી ગણતરી મહાન ખેલાડીઓમાં થાય છે. આ મારા માટે કોઈ ભેટથી ઓછું નથી.