July 5, 2024

ભારત વિજેતા બન્યા બાદ Rohit Sharmaએ બાર્બાડોસની પિચની માટી કેમ ખાધી?

Rohit Sharma કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ 17 વર્ષની લાંબી રાહ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. વર્ષ 2007માં ધોનીની કપ્તાનીમાં ભારતે આ ખિતાબ જીત્યો હતો અને હવે 2024માં ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટનશીપમાં આ ટ્રોફી જીતી છે. પરંતુ આ સમયનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં રોહિત શર્માએ બાર્બાડોસની પીચની માટી ખાધી હતી. હવે ખુદ રોહિતે આ વાતનો ખુલાસો કર્યો છે કેમ તેણે બાર્બાડોસની પિચની માટી ખાધી હતી.

ખેલાડીઓ ભાવુક
T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હાર અપાવી હતી. આ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્મા ભાવુક જોવા મળ્યો હતો. આ સમયે રાહુલની સાથે તમામ ખેલાડીઓ ભાવુક જોવા મળી રહ્યા હતા. એકબીજાને ગળે લગાવી રહ્યા હતા. રોહિતે તેજ સમયેબાર્બાડોસની પિચની માટી ખાધી હતી. તેનો હવે ખુલાસો કર્યો છે. જોકે તેનું આવું કરવાથી તેના ચાહકો ખુશ ચોક્કસ થયા હતા.

આ પણ વાંચો: LPL 2024ની 5મી સિઝન; જાણો ભારતમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઇવ મેચ જોઈ શકો છો

રોહિતે જણાવ્યું કારણ
BCCIએ પોતાની વેબસાઈટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રોહિત શર્મા ભારતના ચેમ્પિયન બન્યા બાદ પોતાના મનની વાત કરતા જોવા મળી રહ્યા છે. જેમાં રોહિતે જણાવ્યું કે મને નથી લાગતું કે હું તેનું વર્ણન કરી શકું. કારણ કે તે કંઈ સ્ક્રિપ્ટેડ નહોતું. હું પીચ પર ગયો તે ક્ષણનો અનુભવ કરી રહ્યો હતો, કારણ કે તે પિચે અમને જીતની સાથે ટાઇટલ આપ્યું હતું. આ સમય અમને ચોક્કસ યાદ રહેશે. તેની દરેકે ક્ષણો ખૂબ યાદ રહેશે.