November 24, 2024

રોહિત શર્મા પાસે રેકોર્ડબ્રેક કરવાનો ગોલ્ડન ચાન્સ, બની શકે છે ‘કિંગ’

Rohit Sharma: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. પહેલી મેચ 16 તારીખના બેંગલુરુમાં રમાશે. બંને ટીમએ તે માટે ટીમના ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. આ સમયે રોહિત શર્મા એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આવો જાણીએ કે રોહિત કયો રેકોર્ડ તોડશે.

રોહિત શર્મા બનશે કિંગ?
રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પહેલી મેચમાં ખાલી 5 સિક્સર ફટકારે છે તો તે સિક્સર કિંગ બની જશે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 87 સિક્સર ફટકારી છે. રોહિત શર્માનું સ્થાન સૌથી વધુ છગ્ગા મારવાના મામલે બીજા સ્થાન પર છે. આ રેકોર્ડમાં પહેલું સ્થાન વીરેન્દ્ર સેહવાગનું નામ છે. આવી સ્થિતિમાં રોહિત ખાલી 5 સિક્સર ફટકારે છે તો તે સેહવાગને પણ પાછળ છોડી દેશે.

આ પણ વાંચો: Hockey India: અત્યાર સુધીનો સૌથી મોંઘો કેપ્ટન, આંકડો જોઈને માનવામાં નહીં આવે

ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓ

  • સચિન તેંડુલકર – 69 છગ્ગા
  • રવિન્દ્ર જાડેજા – 66 છગ્ગા
  • એમએસ ધોની – 78 છગ્ગા
  • રોહિત શર્મા – 87 છગ્ગા
  • વિરેન્દ્ર સેહવાગ – 91 છગ્ગા

ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન રમાવાની છે. આ પછી બંને ટીમ ફરી 28 ઓક્ટોબરના આમને સામને આવશે. બીજી મેચ મુંબઈમાં રમાવાની છે. તમને જણાવી દઈએ કે ભારતીય સમય અનુસાર સવારે 9.30 કલાકે અને ન્યૂઝીલેન્ડના સમય મુજબ સાંજે 5 વાગ્યે આ મેચ શરૂ થવાની છે. જોવાનું રહ્યું કે આ મેચમાં કોની જીત થાય છે.