November 23, 2024

દોસ્ત જયશંકરે કહ્યુ છે કે પશ્ચિમી દેશો કામથી કામ રાખેઃ રશિયા

russia said friend jaishankar said western contries do their work

એસ જયશંકર સાથે લાવરોલની ફાઇલ તસવીર

નવી દિલ્હીઃ ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદવાની વૈશ્વિક સ્તરે ચર્ચા થઈ રહી છે. ત્યારે સમયે સમયે ભારત સરકાર તરફથી પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે. પરંતુ હવે રશિયા તરફથી આ મામલે નિવેદન આપ્યું છે.

રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યુ કે મારા દોસ્ત જયશંકરે તેનો બરાબર જવાબ આપ્યો છે. રશિયાના સોચ્ચિમાં વર્લ્ડ યૂથ ફોરમ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે કેમ રશિયા પાસેથી તેલ ખરીદ્યું. ત્યારે તે અંગે લાવરોવે જયશંકરને દોસ્ત ગણાવીને કહ્યુ હતુ કે, રશિયા પાસેથી કાચું તેલ ખરીદવું ભારત માટે રાષ્ટ્રીય ગરિમાની વાત છે.

લાવરોવે કહ્યુ કે, મારા દોસ્ત અને વિદેશ મંત્રી જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધનમાં આ અંગે વાત કરી હતી. તેમને પૂછવામાં આવ્યુ હતુ કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું કેમ શરૂ કર્યું છે. ત્યારે જયશંકરે કહ્યુ હતુ કે, તેમને તેમનું કામ કરવા દેવું જોઈએ અને એ પણ યાદ અપાવ્યુ હતુ કે, પશ્ચિમી દેશોએ તેલ ખરીદવાનું શરૂ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, લાવરોલના આ નિવેદન પર યુરોપના દેશોનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે ભારતની ટીકા કરી છે. યુરોપીય દેશોએ કહ્યુ છે કે, ભારતનું રશિયા પાસેથી તેલ ખરીદવું મોસ્કો પર લગાવેલા પશ્ચિમી પ્રતિબંધો માટે સારું નહીં રહે.

રશિયાએ તેલની આયાત બમણી કરી
ફેબ્રુઆરી 2022માં રશિયાના યુક્રેન પર હુમલા પછી પશ્ચિમી દેશોએ રશિયાને અલગ પાડી દીધું હતું અને તેના પર તમામ પ્રકારના પ્રતિબંધ લગાવી નાંખ્યા છે. પરંતુ આ પ્રતિબંધ વચ્ચે પણ ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદવાનું ચાલું રાખ્યું છે. એટલું જ નહીં, પશ્ચિમી દેશોના પ્રતિબંધ વચ્ચે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું વધારી નાંખ્યું છે. જાન્યુઆરી 2023 સુધી રશિયા પાસેથી ભારતમાં 12.7 લાખ બેરલ તેલની આયાત વધી ગઈ છે. 2023માં રશિયાએ ભારતમાં તેલની આયાત બમણી કરીને પ્રતિ દિવસે 17.9 લાખ બેરલ કરી હતી.

તેલ ખરીદવાનો નિર્ણય બરાબર
રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણયને સમર્થન કરતા જયશંકરે કહ્યુ હતુ કે, રશિયા પાસેથી કાચું તેલ ખરીદવાનો નિર્ણય બિલકુલ સાચો છે. જ્યારે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારે મિડલ ઇસ્ટ દેશોએ યુરોપના દેશોને પ્રાથમિકતા આપી હતી. કારણ કે યુરોપના દેશ તેલ માટે વધુ કિંમત ચૂકવે છે. અમારી પાસે એવા સમયે શું વિકલ્પ હતો? કાં તો અમને તેલ ના મળતું કારણ કે બધુ તેલ યુરોપના દેશ ખરીદી રહ્યા હતા પછી અને વધુ કિંમતે તેલ ખરીદતા કારણ કે યુરોપ પહેલેથી જ વધુ કિંમતથી તેલ ખરીદી રહ્યું હતું.

ચીન સાથેના સંબંધ જટિલ
તેમણે કહ્યુ હતુ કે, એવામાં ભારતે રશિયા પાસેથી કાચું તેલ ખરીદીને બજારમાં તેલની કિંમતો સ્થિર કરવા માટે કામ કરે છે. રશિયા સાથે ભારતે બહુ સ્થિર અને દોસ્તીના સંબંધ બનાવ્યા છે અને રશિયાએ પણ ક્યારેય અમારા હિતને નુકસાન નથી પહોંચાડ્યું. જ્યારે બીજી તરફ અમારે ચીન સાથે રાજનૈતિક અને સૈન્ય રીતે વધુ જટિલ સંબંધ છે.