November 25, 2024

માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીમાં વધારો, ED બાદ હવે ITએ આપી નોટીસ

સુરત: લાજપોર જેલમાં સજા કાપી રહેલ સજ્જુ કોઠારીની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. માથાભારે સજ્જુ કોઠારીને ED બાદ હવે આવેક વેરા વિભાગે નોટીસ આપી છે. IT એ 31 મિલકતનાં નાણાં ક્યાથી આવ્યાં તેની તપાસ શરુ કરી છે. આ સિવાય કેટલી મિલકત બે નામી મિલકતો હેઠળ આવે તે અંગે તપાસ શરુ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે સજજુ કોઠારીએ ખંડણી, હત્યા, અપહરણ, રાયોટિંગ લૂંટ, ધાડ, કરી રૂપિયા ભેગા કર્યાં છે.

મળતી માહિતી અનુસાર સુરતના માથાભારે સજ્જુ કોઠારીને ITએ નોટિસ પાઠવી છે. જેમાં ઇડી બાદ હવે આવકવેરા વિભાગની તપાસ તેજ થઇ છે. કેટલી મિલકત બેનામી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેમજ 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ થઇ છે. ઇડીએ સજ્જુ કોઠારીની 31 મિલકત જપ્ત કરી હતી. જુગારના અડ્ડા સહિતના ગુનામાંથી કુલ રૂપિયા 4.29 કરોડની રકમ એકત્ર કરી હતી તમને જણાવી દઇએ કે સજ્જુ કોઠારીને ITની નોટીસ મળતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે સજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા, અપહરણ, રાયોટિંગ લૂંટ, ધાડ કરી રૂપિયા ભેગા કર્યા છે. તેમજ જુગારના અડ્ડા સહિતના ગુનામાંથી 4.29 કરોડની રકમ એકત્ર કરી હતી. પોતાના નાણામાંથી અન્યના નામે મિલકત ખરીદવી પણ ગુનો છે. તેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. તેમજ મિલકત જપ્ત કરીને સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઇ છે.