December 3, 2024

સંજય કોરડીયા દ્વારા બહાઉદીન કોલેજ જૂનાગઢનું નામ બદલી સરદાર પટેલ કરવા સરકારને રજૂઆત

Junagadh: સંજય કોરડીયા દ્વારા સરકારી બહાઉદીન કોલેજ જૂનાગઢનું નામ બદલી શ્રી સરદાર વલ્લભ ભાઈ પટેલ કરવા સરકારને રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢની વર્ષો જુની હેરિટેઝ કોલેજ જે તે સમયના નવાબે તેમના સાળા બહાઉદીનના નામથી બનાવી હતી. આવો જાણીએ કે સંજય કોરડીયા શું રજૂઆત કરી.

વલ્લભભાઈ પટેલે આ વિષયને હાથમાં લીધો
સંજય કોરડીયાએ રજૂઆત કરી કે આ નવાબ વંશજોએ દેશ આઝાદ થયો ત્યારે જૂનાગઢ અને ભારત દેશ સાથે ગદારી કરી જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવેલ છે. જે તે સમયે આ બાબતને હલ કરવા દેશના ગૃહ મંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે આ વિષયને હાથમાં લીધો હતો. જૂનાગઢને આઝાદ કરવા આરઝી હકુમતની રચના કરી જૂનાગઢને 9 નવેમ્બર, 1947 ના રોજ આઝાદ થયું હતું.

લોકશાહી ધરાવતો દેશ
જૂનાગઢની આઝાદીમાં જેમનો મહત્વનો ફાળો રહેલો છે. જેમણે પોતાના પ્રયત્નથી સમગ્ર દેશના રજવાડાઓને એક કરી અખંડ ભારતની પરિકલ્પના જેમણે સાકાર કરી છે. તેવા સરદાર વલ્લભભાઈ પટેલનુ નામ આ કોલેજ સાથે જોડી, દેશ સાથે ગદારી કરેલ તેમનુ નામ દુર કરવાથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનુ સાચુ ઋણ ચૂકવ્યું ગણાશે.ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.

આ પણ વાંચો: સુરતમાં ડિલિવરી પછી પાંચ કલાક બાદ પરિવારને મૃત બાળક સોંપાયું, પરિવારે કર્યો હોસ્પિટલ સામે આક્ષેપ

ભલામણ સહ વિનંતી કરી
જે ધર્મ કે જાતિ ને બદલે દેશ પ્રત્યે આપેલ યોગદાનને કયારેય ભુલતો નથી. પછી ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે અબ્દુલ કલામ સાહેબ હોય. જૂનાગઢના તમામ સાધુ સંતો અને જૂનાગઢના લોકોની માંગણી અને લાગણીને ન્યાય આપવા જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજય કોરડીયાએ ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ, માનનીય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર સાહેબ તથા પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ, માનનીય પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ ને પત્ર દવારા રજુઆત કરી અને તાત્કાલિક અસરથી કાર્યવાહી થાય તે માટે ભલામણ સહ વિનંતી કરી છે.