March 10, 2025

સર્વમંગલ સેવા ટ્રસ્ટ દ્વારા 12મો શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો, 51 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

રાજકોટ: ગતરોજ રવિવારે સર્વમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિની 12મો શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં માતા-પિતા વિહોણી 51 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

સર્વમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મા-બાપ વિહોણી સર્વજ્ઞાતિની 51 દીકરીઓના 12મા શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સોના-ચાંદીના દાગીના સાથે કરિયાવરની 120 જેટલી વસ્તુઓ સાથે તુલસીનો ક્યારો દીકરીઓને આપવામાં આવ્યો હતો.

આ ‘સેવાકાર્યમાં સહભાગી બનીએ, સૌ સાથે મળીને કન્યાદાન કરીએ’ એવા સૂત્રને સાર્થક કરવા સમૂહ લગ્નની જગ્યા ડ્રીમલૅન્ડ પાર્ટી પ્લોટના સહિયોગથી મળી હતી. મંડપ સર્વિસ માટે (સંજયભાઈ) આકાશ ઇવેન્ટનો સહયોગ મળ્યો હતો. લાઈટ ડેકોરેશન માટે મહેશભાઈ તથા ફ્લાવર ડેકોરેશન માટે રાજેશભાઈ મોલીયા અને સાઉન્ડ સર્વિસ માટે વિપુલભાઈ વિરમગામનો સહયોગ મળ્યો હતો.

તેમજ આ સમુહલગ્નને સફળ બનાવવા માટે તન, મન અને ધનથી નિસ્વાર્થ સેવા આપનારા સર્વમંગલ સેવા ટ્રસ્ટની ટીમ પ્રવીણ સખીયા, રાજન સખીયા, પંકજ સખીયા, યોગેશ સાકરીયા, કિશોર સોજીત્રા, રમેશ રીબડીયા, સંજય જોશી, તારક ગજેરા, પરેશ પીપળીયા, રાજુ ઓડેદરા, અનિલ માવાણી, કીર્તિ ચૌહાણએ જહેમત ઉઠાવી નિસ્વાર્થ ભાવે રાત-દિવસ જોયા વગર મહેનત કરી હતી. આ બધાને સમાજ સેવા કેન્દ્રના સોનલબેન ડાંગરિયાએ બિરદાવી હતી અને આગળ આવા કાર્યો કરતા રહે એવી શુભકામનાઓ પાઠવી હતી.