પહલગામ આતંકવાદી હુમલા બાદ સેનાનું સર્ચ ઓપરેશન, બારામુલામાં આતંકીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

Jammu kashmir: પહલગામ આતંકવાદી હુમલા વચ્ચે સેનાએ ઉરી સેક્ટરમાં બારામુલાના સરજીવનમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 થી 3 આતંકવાદીઓ LOC પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 26 હિન્દુ પ્રવાસીઓના મોતની આશંકા છે. બીજા ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ પણ વાંચો: એરપોર્ટ પર PM સાથે જયશંકર-ડોભાલ, પહલગામ આતંકી હુમલાનો હિસાબ થશે
આ ઘટના બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે જમ્મુ અને કાશ્મીર જવા રવાના થઈ ગયા છે. જમ્મુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આઈજી જમ્મુ પોલીસ ભીમ સેન તુતી અને ડિવિઝનલ કમિશનર રમેશ કુમારની અધ્યક્ષતામાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં સુરક્ષા પરિદૃશ્ય અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.