January 20, 2025

શાહીબાગના ત્રણ માર્ગનું નામકરણ કરાયું, CM ભૂપેન્દ્ર પટેલ-ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજે કેટલાક રોડનું નામકરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શાહિબાગ વિસ્તારમાં આવેલા ત્રણ રસ્તાના નામાભિધાન કરવામાં આવ્યુ હતું. જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

શાહિબાગમાં આવેલા મધુરમ ટાવરથી હાથી સર્કલ સુધીના માર્ગનું પંન્યાસર રત્નાકર વિજય માર્ગ, સર્કિટ હાઉસ તથા પોસ્ટ ઓફિસ કવાર્ટસથી સિલ્વર પાર્ક સોસાયટી સુધીના માર્ગનું જૈનાચાર્ય શ્રી હિમાચલસુરી માર્ગ નામાભિધાન અને સરદાર વલ્લભાઇ પટેલ સ્મારક ભવન સામે આવેલ જંકશન ખાતે નવા તૈયાર કરવામાં આવેલ સર્કલનું જૈનાચાર્યશ્રી હિમાચલસુરી નામાભિધાન થતા પ્રતિમાનું અનાવરણ સીએમના હસ્તે કરવામાં આવ્યું હતું. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને AMC મેયર પ્રતિભા જૈનનો આભાર માન્યો હતો.