November 23, 2024

શેર માર્કેટે રચ્યો ઈતિહાસ, નિફ્ટી પહેલી વખત 22,248 પર

Stock Market: શેર માર્કેટ નવી ઊંચાઈ મેળવી રહ્યું છે. આ સાથે નિફ્ટી પહેલી વખત 22,248થી ઉપરના લેવલ પર ઓપન થયું છે. પીએસયૂ બેંક, ઓટોના શેરમાં તેજી જોવા મળી રહી છે. આ સાથે બેંક શેરમાં તેજીના કારણે બજારને સ્પોર્ટ મળી રહ્યો છે. આઈટી અને મીડિયાના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પીએસયુ કંપનીઓના શેરામાં સતત વધારો થઈ રહ્યો છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં મજબુતીથી ભારતીય શેર માર્કેટમાં જોશ દેખાઈ રહ્યો છે.

બજારની શરૂઆત
એનએસઈમાં નિફ્ટી રિકોર્ડ હાઈ લેવલ પર ઓપન થયું છે. જેમાં 51.90 અંક અથવા 0.23 ટકાની તેજી જોવા મળી રહી છે. જેના કારણે પહેલી વખત 22,248 પર ઓપનિંગ થયું છે. બીએસઈના સેન્સેક્સ 210.08 અંક અથવા 0.29 ટકાની ઊંચાઈ સાથે 73,267 પર ખુલ્યું છે.

નિફ્ટીના શેર
નિફ્ટીના 50માંથી 31 શેરમાં તેજી જોવા મળી છે. જેમાંથી 19 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. એડવાન્સ ડેકલાઈનની વાત કરીએ તો એનએસઈમાં વધવા વાળા શેરમાં 1478 શેર છે. અને ઘટાડા વાળા 652 શેર છે. એનએસઈ પર આ સમયે 2215 શેરનો ટ્રેક થઈ રહ્યો છે. જેમાંથી 68 શેરમાં અપર સર્કિટ જોવા મળી રહ્યું છે. જ્યારે 107 શેર એવા છે. જે છેલ્લા 52 અઠવાડિયાના સૌથી ઊંચા સ્તર પર છે.

સેન્સેક્સના શેરની હાલત
સેન્સેક્સના 30 શેરમાંથી 14 શેરમાં તેજી જોવા મળી રહી છે. તો 16 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેએસડબ્લ્યૂ સ્ટીલ ટોપ ગેનર બની રહ્યું છે. બજારમાં હીએશઈના માર્કેટ કેપિટલાઈજેશમાં આજે વધારા સાથે 3.92 લાખ કરોડ રુપિયા થઈ ગઈ છે.

બેંક નિફ્ટીમાં તેજી
બેંક શેરમાં આજે જોરદાર ઉછાળ જોવા મળ્યો છે. આજે 47,363ના લેવલ સુધી પહોંચ્યું છે. આ સમયે 180 અંક વધીને 47,277ના લેવલ પર છે. બેંક નિફ્ટીમાં 12માંથી 8 શેરમાં તેજી જોવા મળી છે.