November 23, 2024

શેરમાર્કેટ ફરી ગગડ્યુ, નિફ્ટી 21450ની નીચે

વૈશ્વિક બજારની ખરાબ સ્થિતિની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી છે. આજે પણ શેરમાર્કેટ લાલા નિશાન સાથે શરૂ થયું છે. બીએસ સેન્સેક્સ 500 અંકથી પણ વધારે નીચે આવ્યું છે. જ્યારે નિફ્ટી પણ 21450ના લેવલથી નીચે આવી ગયું છે. બજારની શરૂઆત થતા જ સેન્સેક્સ 565.49ના ઘટાડા સાથે 70,935.27ના સ્તરે આવ્યું છે તો નિફ્ટી 192.41ના ઘટાડા સાથે 21,379.55 પર આવ્યો છે. આ ઘટાડાની વચ્ચે આર્ચી ઈન્ડસ્ટ્રીના શેરમાં તેજી ચાલી રહી છે. 

આજે બજાર શરૂ થવાની સાથે જ બેંકિંગ, ફાઈનેંશિયલ અને આટી સેક્ટના શેરમાં નીચા સ્તરે ખુલ્યા હતા. નિફ્ટીમાં એલટીઆઈ માઇન્ડટ્રી અને એચડીએફસી બેંકના શેર ટોપ લુઝરની રીતે માર્કેટમાં ચાલી રહ્યા છે. બુધવારે પણ સેન્સેક્સ 1628ના ઘટાડા સાથે 71,500 પર બંધ થયું હતું. એચડીએફસી બેંકના શેરો હેડલાઈન ઈન્ડેક્સમાં સૌથી વધારે ખરાબ પ્રદર્શન કર્યું છે  બેંકના સ્ટોકે બુધવાર પછી ગુરૂવારે પણ ઘડાટા સાથે ખુલ્યા હતા. શરૂઆતના વેપારમાં 3 ટકાના ધટાડા સાથે શરૂ થયા હતા. એ બાદ પણ ખરીદારો નહીં મળવાના કારણે પ્લસમાં જોવા મળ્યા નથી. છેલ્લા બે સત્રની વાત કરવામાં આવે તો કંપનીના શેરમાં લગભગ 12% જેટલો ઘટ્યો છે.  

માર્કેટમાં એક તરફ નિરાશા ચાલી રહી છે. તેની સામે સ્પેશિયલિટી કૈમિકલ સેક્ટરની કંપની આરતી ઇન્ડસ્ટ્રીમાં તેજી જોવા મળી રહી છે. કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે. જે બાદ આજે તેના શેરમાં 8 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીએ એક મલ્ટીનેશનલ ગ્રૂપની સાથે એક મોટો કોન્ટ્રાક્ટ 4 વર્ષ માટે સાઈન કર્યો છે. જેના કારણે કંપનીને 6000 કરોડ રૂપિયાની આવક થશે. જેનો સીધો ફાયદો બજારને થઈ રહ્યો છે. આ કંપનીનો સ્ટોક 582 પર બંધ થયો હતો. જેમાં 8.7 ટકાના વધારા સાથે 633માં ખુલ્યો હતો. 

આરતી ઇન્ડસ્ટ્રીના શેર તમે પણ ખરીદવા માંગો છો?

આજે માર્કેટમાં મોટા ભાગના શેરમાં માંદી ચાલી રહી છે. ત્યારે આરતી ઈન્ડસ્ટ્રીએ 8 ટકાના વધારા સાથે ખુલ્યા છે. જે એક સ્પેશિયાલિસ્ટ કૈમિકલની કંપની છે. કંપની હાલ માર્કેટમાં 100થી વધારે વસ્તુઓનું ઉત્પાદન કરે છે. 700થી પણ વઘારે ધરેલુ કસ્ચમર અને 400થી પણ વધારે એક્સપોર્ટ કસ્ટમર છે. કંપનીનો કારોબાર 60 દેશો ફેલાયલો છે. તેમાં પણ યુએસએ,યુરોપ અને જાપાનામાં કંપની સ્થિતિ મજબૂત છે.