November 25, 2024

પાર્ટીમાં સાપ-ઝેર સપ્લાય કરતો હોવાની એલ્વિશની કબૂલાત

નોઈડા: પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ ફેમ એલ્વિશ યાદવને લઈને ચોંકાવનારા વિગતો સામે આવી છે. જેમાં નોઈડા પોલીસના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે એલ્વિશ યાદવે કબૂલાત કરી છે કે તેણે પાર્ટી માટે સાપ અને સાપના ઝેરનો ઓર્ડર આપતો હતો.

યુટ્યુબરે કબૂલાત કરી
પ્રખ્યાત યુટ્યુબરને લઈને મહત્વના અહેવાલ મળી રહ્યા છે. તે પાર્ટી માટે સાપ અને સાપના ઝેરનો ઓર્ડર આપતો હતો તે વાતની તેણે કબૂલાત કરી લીધી છે. નોઈડા પોલીસે એલ્વિશ યાદવ પર 29 એનડીપીએસ એક્ટ લગાવ્યો છે. આ અધિનિયમ ત્યારે લગાવવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સ સંબંધિત ષડયંત્રમાં સામેલ હતો. તમને જણાવી આ એક્ટમાં સરળતાથી જામીન મળતા નથી.

શું હતો કેસ?
એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીમાં સાપના ઝેરની ચોરી કરવાનો આરોપ છે. ગયા વર્ષે નવેમ્બરમાં નોઈડા પોલીસે તેની વિરુદ્ધ FIR નોંધી હતી. આ મામલામાં નોઈડા પોલીસે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં, એલ્વિશ યાદવ નોઈડામાં એક રેવ પાર્ટીમાં સાપના ઝેરને લગતા કેસમાં સંડોવાયેલો જોવા મળ્યો હતો. નોઈડા પોલીસે એક રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યા બાદ એલ્વિશ યાદવ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી જ્યાં સાપ અને ઝેર મળી આવ્યા હતા. બિગ બોસ ઓટીટી વિનરની નોઇડા પોલીસ દ્વારા કેટલાક કલાકો સુધી પૂછપરછ પણ કરવામાં આવી હતી. પીપલ્સ ફોર એનિમલ્સ (PFA) સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે, નોઈડા પોલીસે સેક્ટર 51 સ્થિત બેન્ક્વેટ હોલમાં દરોડા પાડી અને પાંચ લોકોની ધરપકડ કરી હતી.