September 19, 2024

શ્યામા પ્રસાદ મુખર્જી હતા મુસ્લિમ લીગની સરકારનો ભાગ: જયરામ રમેશ

Jairam Ramesh on PM Modi: કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ હોવાની PM મોદીએ ટિપ્પણી કરી હતી. જેના પર કોંગ્રેસ દ્વારા પલટવાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન પોતાના ઈતિહાસથી પરિચિત નથી, કારણ કે જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી હતા. જેઓ 1940ના દશકાની શરૂઆતમાં લીગ સાથે મળીને બંગાળના ગઠબંધન સરકારનો ભાગ હતા.

PM મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે BJP પર વિભાજનની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહત્વનું છેકે, વડાપ્રધાને સહારનપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સભાને સંબોધી હતી. જેમાં કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ દેખાય છે. આઝાદીના આંદોલન સમયે મુસ્લિમ લીગની જે માંગ હતી તે આમાં દેખાઈ રહી છે. આ સાથે જે થોડી ઘણી ઉણપ રહી જાય છે. એ વામપંથીઓ સમગ્ર રીતે હાવી થઈ ચૂક્યા છે. કોંગ્રેસ આમા દુર દુર સુધી નથી દેખાઈ રહી.

આ પણ વાંચો: રાજનીતિના બે વિરોધી ધુરંધરો મળ્યા ‘ને કેન્દ્રમાં પહેલીવાર NDAની સરકાર બની

PM ને નથી ખબર તેમનો ઈતિહાસ
PM મોદીની ટિપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા સમયે જયરામ રમેશે કહ્યું કે, વડાપ્રધાન પોતાનો ઈતિહાસ નથી જાણતા. હકીકતમાં એ કોઈ બીજુ નહી, પરંતુ હિંદુ મહાસભાના અધ્યક્ષ મુખર્જી હતા. જેઓ બંગાળમાં મુસ્લિમ લીગની સાથે ગઠબંધન સરકારમાં જોડાયેલા હતા. હિન્દુ મહાસભા સિંધ અને ઉત્તર-પશ્ચિમ સીમાંત પ્રાંતમાં પણ મુસ્લિમ લીગની સાથે ગઠબંધનમાં હતા. કોંગ્રેસ નહી, પરંતુ BJP વિભાજનની રાજનીતીમાં વિશ્વાસ કરે છે. અને આવું જ કરે છે.

દશકો પહેલા ખતમ થઈ ગઈ કોંગ્રેસ-PM
પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીની લડાઈ લડવાવાળી કોંગ્રેસ તો દશકો પહેલા સમાપ્ત થઈ ચૂકી છે. હવે જે કોંગ્રેસ બચી છે. તેમની પાસે દેશના હિત માટેની નીતિઓ નથી અને ના તો રાષ્ટ્રનિર્માણની દ્રષ્ટિ. કોંગ્રેસે જે પ્રકારનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેના પરથી સાબિત થાય છે કે આજની કોંગ્રેસ, આજના ભારતની આશાઓ અને આકાંક્ષાઓથી બહુ દુર થઈ ગઈ છે.