સોનિયા ગાંધીની રાજ્યસભાની બેઠક પરથી જીત
Rajya Sabha: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નિર્વિરોધી રાજસ્થાનથી રાજ્યસભાની બેઠક પર જીતી મેળવી છે. આ ઉપરાંત BJPના ચુન્ની લાલ ગરાસિયા અને મદન રાઠોડની પણ જીત થઈ છે.
વિધાનસભાના પ્રમુખ સચિવ અને રાજ્યસભાના અધિકારી મહાવીર પ્રસાદ શર્માએ કહ્યું કે, રાજસ્થાનથી રાજ્યસભાના દ્વિવર્ષિય ચૂંટણી-2024 માટે ત્રણ બેઠકો માટે ત્રણે ઉમેદવારોને નિર્વિરોધી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વનું છેકે, રાજ્યસભા ચૂંટણી 2024 માટે રાજસ્થાનમાં ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ત્રણે ઉમેદવારોએ નામાંકન પત્ર રજૂ કર્યા હતા. એ બાદ મંગળવારે એટલે કે આજે નામ પાછા લેવાની અંતિમ તારીખ હતી. કોઈ પણ ઉમેદવારે નામ પાછું લીધું ન હોતું. આથી ત્રણે ઉમેદવારોને વિજેતા જાહેર કર્યા છે. મહત્વનું છેકે, 27 ફેબ્રુઆરીના આ બેઠકો પર મતદાન યોજાવાનું હતું.
કોનું કાર્યકાળ થાય છે પૂરૂ?
રાજસ્થાનથી રાજ્યસભાના સદસ્ય ડો. મનમોહન સિંહ (કોંગ્રેસ) અને ભૂપેન્દ્ર સિંહ (BJP)નો કાર્યકાળ ત્રણ એપ્રિલના રોજ સમાપ્ત થાય છે. એક ખાલી બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. નોંધનીય છેકે, BJPના રાજ્યસભાના સદસ્ય કિરોડી લાલ મીણા ધારાસભ્ય બન્યા બાદ ડિસેમ્બરમાં સાંસદ પરથી રાજીનામું આપ્યું હતું. મહત્વનું છેકે, રાજસ્થાનમાંથી રાજ્યસભાની કુલ 10 બેઠકો છે. આ સાથે કોંગ્રેસના છ અને BJPના 4 સાંસદો છે.