દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ, કાળઝાળ ગરમી વચ્ચે લોકો બફાયાં, કારખાનાઓમાં મોટું નુકસાન

સુરતઃ આકરી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના લોકોને બફાવવાનો વારો આવ્યો છે. મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે. તેને કારણે લોકોને કાળઝાળ ગરમી વચ્ચે સેકાવવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ઉકાઈ ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનના ચાર યુનિટ ટ્રીપ થતા વીજળી ગુલ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુનિટ ટ્રીપ થતા 500 મેગાવોટ ઉત્પાદન ઘટ્યું છે. આ ઉપરાંત મધ્ય – દક્ષિણ ગુજરાતમાં આવેલા કારખાનાઓમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા છે.

દક્ષિણ ગુજરાતના 23 શહેર-3461થી વધુ ગામડામાં વીજળી ગુલ થઈ ગઈ છે. ત્યારે 32 લાખથી વધુ લોકો કાળઝાળ ગરમી વચ્ચે બફાઈ રહ્યા છે. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના ચાર યુનિટ ટ્રીપ થતાં વીજળી ગુલ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસે પહોંચી હોબાળો મચાવ્યો છે.