પંજાબની ટીમના ક્રિકેટર આશુતોષ શર્માના નામે બન્યો આ ખાસ રેકોર્ડ
અમદાવાદ: પંજાબ કિંગ્સને રાજસ્થાન રોયલ્સ સામે 3 વિકેટથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પરંતુ પંજાબની ટીમના ખેલાડી આશુતોષ શર્માએ પોતાની 31 રનની ઇનિંગની પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી.
ખૂબ જ ખરાબ પ્રદર્શન
આઈપીએલની 17મી સીઝનમાં પંજાબ કિંગ્સ માટે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પંજાબની ટીમ 6માંથી 4 મેચ હારી ગઈ છે. ગઈ કાલની મેચમાં 3 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પંજાબની ટીમમમાં બેટ્સમેનોનું ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે આઈપીએલના ઈતિહાસમાં એક એવો રેકોર્ડ બન્યો કે જે આજ દિન સુધી કોઈ કરી શક્યું નથી.
સતત ત્રણ મેચમાં રન
આશુતોષ શર્માએ IPL 2024માં પોતાની ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આશુતોષે ત્રણ મેચમાં પોતાની બેટિંગથી લોકોને પ્રભાવિત કર્યા હતા. IPLમાં ડેબ્યૂ કરતી વખતે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં આશુતોષે માત્ર 17 બોલમાં 31 રનની ઈનિંગ રમી હતી. આશુતોષ આઈપીએલના ઈતિહાસમાં પહેલો એવો ખેલાડી બની ગયો છે કે જેણે 8મા નંબરે અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરીને સતત ત્રણ મેચમાં 30 પ્લસ રન બનાવ્યા છે. IPLની તેની પ્રથમ ત્રણ મેચોમાં તેણે 47.5ની એવરેજથી 95 રન બનાવ્યા છે. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 197.92 જોવા મળ્યો હતો. 17 મેચમાં 32.20ની એવરેજથી 483 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: IPL 2024: આજે PBKS અને RR વચ્ચે ‘મહામુકાબલો’
કેવી રહી મેચ?
રાજસ્થાન રોયલ્સ સામેની હારને કારણે પંજાબ કિંગ્સને મોટું નુકસાન થયું છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો હતો. જેમાં તેમણે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. જેમાંથી આશુતોષ શર્માએ સૌથી વધુ 31 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સની બોલિંગ જોરદાર રહી હતી.