આવતીકાલે SRH અને RR વચ્ચે મહામુકાબલો
SRH vs RR Pitch Report: સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સની આવતીકાલે મેચ છે. ફાઈનલ પહેલા બીજી ક્વોલિફાયર મેચ 24 મેના રોજ રમાવાની છે. આ પહેલા બીજી ક્વોલિફાયર મેચ 24 મેના રોજ રમાવાની છે. આ મેચનું આયોજન ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ કે કેવી રહેશે પિચ.
મેચ ટક્કરની રહેવાની
આઈપીએલના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો અત્યાર સુધીમાં હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 19 મેચ રમાઈ છે. જેમાંથી હૈદરાબાદની ટીમે 10 અને રાજસ્થાનની ટીમે 9 મેચ જીતી છે. જેમાં હૈદરાબાદની ટીમ આગળ છે. આ વર્ષના બંને ટીમ વચ્ચે ખાલી 1 મેચ રમાઈ છે. જોકે ખાસ વાત એ છે કે રાજસ્થાનની ટીમનું પ્રદર્શન આ વખતે ખુબ સારૂ જોવા મળ્યું છે. જેના કારણે કહી શકાય કે આવનારી મેચ ટક્કરની રહેવાની છે.
આ પણ વાંચો: RCBના ડ્રેસિંગ રૂમનો વીડિયો વાયરલ, તમારી આંખો પણ ભીની થઈ જશે
ચેન્નાઈનો પીચ રિપોર્ટ
આ સ્ટેડિયમની પીચની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે તે સ્પિન ફ્રેન્ડલી છે. જો બેટ્સમેન પોતાનું કૌશલ્ય બતાવે તો ત્યાં સારો સ્કોર બની શકે છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 164 રન છે, જ્યારે બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 151 રન છે. અંદાજે આ મેદાનમાં કુલ વિનિંગ સ્કોર 180 રન થઈ શકે છે. IPLમાં શરૂઆતમાં સૌથી સારૂ પ્રદર્શન રાજસ્થાનની ટીમનું જોવા મળ્યું છે. પ્રથમ 9 મેચમાંથી 8 જીતી હતી. જોકે બાદમાં સતત હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હૈદરાબાદની ટીમની વાત કરવામાં આવે તો ટીમે સમગ્ર લીગ તબક્કામાં સારું પ્રદર્શન કર્યું અને ટોપ 2માં પોતાનું સ્થાન બનાવ્યું છે. જોકે બંને ટીમે આ વખતની સિઝનમાં જોરદાર પ્રદર્શન રહ્યું છે. જેના કારણે આ મેચ કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે. આ મેચ દમદાર રહેવાની છે.