71,000 કરોડના નુકસાન સાથે શેર માર્કેટ થયું બંધ
Stock Market Closing: ભારતીય શેર બજારમાં મંગળવાર નિરાશાજનક રહ્યો છે. રોકાણકારોની વેચવાલીના કારણે ભારતીય શેર માર્કેટ ઘટાડા સાથે બંધ થયો છે. આજના ટ્રેડમાં IT અને FMCG સ્ટોક્સમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં નફાવસુલી જોવા મળી છે. આજે બજાર બંધ થવા સમયે BSE સેન્સેક્સ 195 અંકના ઘટાડા સાથે 73,677 અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 49 અંકના ઘટાડા સાથે ગગડીને 22,356 અંક પર બંધ થયો છે.
રોકાણકારોને નુકસાન
આજના વેપારમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારની માર્કેટ કેપિટલમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય ઘટીને રૂ. 393.04 લાખ કરોડ થયું છે. જે ગયા સત્રમાં રૂ. 393.75 લાખ કરોડ હતું. આજના સત્રમાં માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 71000 કરોડનો ઘટાડો થયો છે.
સ્કેટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ એસ્ટેટ, એનર્જી, ઇન્ફ્રા, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. તો બીજી તરફ IT, FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા અને મેટલ્સ સેક્ટરના શેર્સ ઘટાડા સાથે બંધ થયો હતો. આજના કારોબારમાં નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.24 ટકા ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેર ઉછાળા સાથે અને 19 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેર્સમાંથી 19 શેર ઉછાળા સાથે અને 31 ઘટાડાની સાથે બંધ થયા હતા.
ટોપ ગેનર અને ટોપ લૂઝર
ટોપ ગેનર શેરમાં ટાટા મોટર્સ 3.51 ટકા, ભારતી એરટેલ 3.12 ટકા, બજાજ ઓટો 1.76 ટકા, ઓએનજીસી 1.63 ટકા, એસબીઆઈ 1.54 ટકા, સન ફાર્મા 1.42 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે બજાજ ફિનસર્વ 4.25 ટકા, બજાજ ફાઇનાન્સ 4.21 ટકા, નેસ્લે 1.95 ટકા સાથે લૂઝર રહ્યા હતા.