May 20, 2024

IRCTC અને Swiggy વચ્ચે ડીલ ફાઈનલ, ટ્રેનમાં મળશે વધુ સુવિધા

IRCTC Deal: ગત મહિને IRCTCએ ફૂડ ડિલીવરી એપ સ્વિગી સાથે એક કરાર કર્યો છે. જે અંતર્ગત હવે મુસાફરો પોતાની ટ્રેન યાત્રા દરમિયાન સ્વિગીમાં ખાવાનું ઓર્ડર કરી શકે છે. મહત્વનું છેકે, 12 માર્ચ 2024થી બેંગ્લોર, ભૂવનેશ્વર, વિશાખાપટ્ટનમ અને વિજયવાડા રેલવે સ્ટેશનના યાત્રીકોને આ સુવિધા શરૂ થઈ જશે. જે સફળ રહ્યા બાદ દેશના બીજા 59 રેલવે સ્ટેશનમાં આ સેવા શરૂ કરવામાં આવશે.

આજે સ્વિગી ફૂડ માર્કેટપ્લેસ અને ઈન્ડિયન રેલવે કૈટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની વચ્ચે ટ્રેનમાં પ્રી-ઓર્ડર કરવામાં આવેલા ભોજનની ડિલીવરી કરવા માટે એક MOU કરવામાં આવ્યા હતા. જે અનુસાર દેશના 4 સ્ટેશનમાં આ સેવાને 12 માર્ચથી શરૂ કરવામાં આવશે. એ બાદ દેશના 59 રેલવે સ્ટેશનમાં આ સેવાને કાર્યરત કરવામાં આવશે.

કેવી રીતે લેશો સર્વિસનો લાભ
જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. એ સમયે સ્વિગીમાં ખાવાનું ઓર્ડર કરવા માટે તમારે IRCTC App પર PNR નંબર એડ કરવાનું રહેશે. એ બાદ તમારે જે સ્ટેશન પર ડિલેવરી જોઈએ છે. તે સ્ટેશનને સિલેક્ટ કરવાનું રહેશે. આ રીતે યાત્રી સ્વિગી પરથી પ્રી-ઓર્ડર કરીને ફૂડ ડિલીવરી સર્વિસનો લાભ લઈ શકે છે.

સ્વિગી સાથે MOU કરતા સમયે IRCTCના અઘ્યક્ષ સંજય કુમાર જૈને કહ્યું કે, ટ્રેનમાં યાત્રા સમયે વધારે સુવિધા અને ફૂડના ઓપશન મળી રહેશે. આ સર્વિસથી મુસાફરોની યાત્રા વધુ યાદગાર બની રહેશે. બીજી તરફ સ્વિગીના CEO રોહિત કપૂરે કહ્યું કે, અમને આ રૂટ પર યાત્રિકો અને રેસ્ટોરન્ટ સંચાલકો તરફથી ઉત્સાહજનક પ્રતિક્રિયા મળવાની આશા છે. જે બાદ અમે વધારે સ્ટેશન અને માર્ગો પર નવી સર્વિસ શરૂ કરવામાં આવશે.