December 4, 2024

ઐતિહાસિક ઊંચાઈ બાદ શેર માર્કેટ ગગડ્યું, જોઈ લો સ્થિતિ

Stock Market Opening: ભારતીય શેર બજારમાં આજે સપાટ ખુલીને તેજીથી નીચે આવ્યું છે. સેન્સેક્સમાં બજારની ઓપનિંગની સાથે તુરંત બાદ 128 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. જેના કારણે તે 73,885 સુધી નીચે ગગડ્યો છે. તો નિફ્ટી 77,458 પર ખુલ્યો છે. આજે શેર માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળે તેવી સંભાવના છે.

કેવી છે માર્કેટની સ્થિતિ
શેર બજાર આજે સપાટ રીતે શરૂ થયું હતું. જે બાદ ગણતરીની સમયમાં સેન્સેક્સ 7.75 અંકના મામુલી તેજીની સાથે 74,022ના લેવલ પર ખુલ્યું છે. એનએસઈમાં નિફ્ટીમાં ઘટાડા સાથે 22,458ના લેવલ પર ઓપન થયું છે.

આ પણ વાંચો: GSTનું થયું બમ્પર કલેક્શન, સરકારના ખજાનામાં આવ્યા 1.78 લાખ કરોડ

સેન્સેક્સની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરમાંથી 13 શેરમાં તેજી અને 17 શેરમાં ઘટાડો થયો છે. HDFC બેંક ટોપ ગેનર બની હતી અને તેના શેરમાં 1.39 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક 1.32 ટકાની ઉપર છે. ટાઈટન 0.85 ટકા ઉપર ચઢ્યો છે તો ટાટા મોટર્સ 0.55, નેસ્લેમાં 0.51 અને એનસીપીસીમાં 0.31 ટકાની મજબુતી જોવા મળી છે.

6 લાખ કરોડના વધારા સાથે માર્કેટ બંધ
ગઈ કાલે નવા નાણાકીય વર્ષ 2024-25ના પહેલા દિવસે શેરમાર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ રેકોર્ડ લાઈફટાઈમ હાઈએ પહોંચ્યું હતું. સેન્સેક્સ 74,254.62 અંક અને નિફ્ટી 22,529.95 પર રેકોર્ડ હાઈ પર પહોંચ્યો છે. બેંકિંગ અને એનર્જીના સ્ટોક્સમાં બજારમાં સૌથી વધારે તેજી આપવામાં પોતાનું યોગદાન આપ્યું છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ તેજી જોવા મળી છે. આ તેજીની કારણે રોકાણકારોની સંપતિમાં 6 લાખ કરોડથી વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. ગઈ કાલનું માર્કેટ બંધ થયું એ સમયે સેન્સેક્સ 363 અંકના વધારા સાથે 74,014 પર પહોંચ્યું હતું તો નિફ્ટીમાં 135 અંકના વધારા સાથે 22,462 પર બંધ થયું હતું.