November 23, 2024

સામાન્ય વધારા બાદ બંધ થયુ માર્કેટ, સેન્સેક્સ 72,101

Stock Market Update: શેર માર્કેટ બુધવારે સામાન્ય વધારા સાથે બંધ થયું છે. અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવના નહીં હોવાના કારણે આજે માર્કેટ સામાન્ય સ્થિતિમાં ચાલી રહ્યું છે. સેન્સેક્સમાં 89.645 પોઈન્ટના વધારા સાથે 72,101.69 અંક પર બંધ થયું છે. મંગળવારના માર્કેટની સ્થિતિએ જોતા તેમાં 0.12 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો નિફ્ટીમાં 21.65 અંક ઉપર જઈને 21,839.10 પોઈન્ટ પર બંધ થયો છે. તેમાં પણ 0.1 ટકાના વધારા સાથે બંધ થયું છે. શેર માર્કેટમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ રહ્યું છે.

ટોપના ગેનર અને ટોપના લુઝર
મોટરબ્રાન્ડ, એલટી ફૂડ્સ, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, રેઈન્બો અને કલ્પતરુ પ્રોજેક્ટ્સ બીએસઈ પર ટોપ ગેનર હતા. જ્યારે, ટાટા કેમિકલ્સ, આઈઆઈએફએલ, એલ્જી ઈક્વિપમેન્ટ્સ, આઈસીઆઈએલ અને યુનિકેમ લેબના શેરમાં ટોચનું નુકસાન થયું હતું. એનએસઈ પર આઈશર મોટર્સ, મારુતિ, નેસ્લે ઈન્ડિયા, પાવર ગ્રીડ અને SBIN સૌથી વધુ વધ્યા હતા. NSE પર ટાટા સ્ટીલ, ટાટા કન્ઝ્યુમર, ટાટા મોટર્સ, હિન્દાલ્કો અને યુપીએલ ટોચના ગુમાવનારા હતા.

86 શેરો 52 સપ્તાહની ટોચે પહોંચ્યા
બુધવારે સવારે સેન્સેક્સ અને નિફ્ટીએ લીલા નિશાન પર બજારની શરૂઆત કરી હતી, પરંતુ દિવસ દરમિયાન ભારે હલચલ જોવા મળી હતી. લાર્જ કેપ શેરોએ સારું પ્રદર્શન કર્યું નથી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.05 ટકા વધીને બંધ થયો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.14 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને એસબીઆઈએ સૌથી વધુ ફાયદો કર્યો હતો. બીજી તરફ એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક અને ટાટા મોટર્સ સૌથી વધુ ઘટ્યા હતા. BSE પર મારુતિ સુઝુકી, CG પાવર, સેફાયર ફૂડ્સ સહિત 86 શેરો તેમની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર, બાટા ઈન્ડિયા, ઝી એન્ટરટેઈનમેન્ટ અને વેદાંત ફેશન સહિત 79 શેરો ઈન્ટ્રાડે ટ્રેડમાં તેમના 52-સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.