જન્મદિવસ પહેલાં CR પાટીલનો સેવાયજ્ઞ, મહારક્તદાન-સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા
સુરતઃ શહેરના લિંબાયતમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના જન્મદિન નિમિતે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સર્વ રોગ નિદાન કેમ્પમાં હાડકાંની બીમારીઓની તપાસ, બાળકોની તપાસ, મફત આંખની તપાસ, કાન-નાક-ગળાની તપાસ, કેલ્શિયમ અને હિમોગ્લોબીન ચેકઅપ, ચશ્મા શિબિર તથા ચશ્માનું વિતરણ, મોતિયાબિંદ હશે તો આંખનું મોતિયાબિંદનું ઓપરેશન, ચામડીના રોગો માટેની તપાસ, ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત ન્યુટ્રીશ્યનલ આહાર કીટ વિતરણ, આંગણવાડીના કુપોષિક બાળકોને પોષણયુક્ત આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સંદીપભાઈ દેસાઈ, મેયર દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ, શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશભાઈ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પરેશભાઈ પટેલ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.