વેબ સિરિઝમાં કામ કરતી 4 રૂપલલનાઓને પોલીસે વેશ્યાવૃત્તિમાંથી છોડાવી
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં હવે ઓનલાઇન સેક્સ રેકેટનો મામલો સામે આવ્યો છે. જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે વેસુની દ પાર્ક સેલિબ્રેશન નામની હોટલ પાસે દરોડો પાડી મુંબઈની 4 મોડેલોને વેશ્યાવૃતિના ધંધામાંથી મુક્ત કરાવી છે.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે શનિવારે ડમી ગ્રાહક બની દલાલનો સંપર્ક કરી સેક્સરેકેટ પકડી પાડયું હતું. દલાલ પહેલા ઓળખીતા હોય તેવા જ ગ્રાહકોને મોબાઇલ પર મોડેલના ફોટા મોકલે છે. પછી તે ફોટામાંથી જે પસંદ આવે તેને ગ્રાહકે વેસુ હોટેલની નીચેથી કારમાં લઈ જતા હોય છે. ગ્રાહક પોતાની રીતે હોટેલ કે પછી અન્ય કોઈ ઠેકાણે લઈ જાય છે. આ માટે દલાલને 3 કલાકના ગ્રાહકે 20 હજાર રૂપિયા ઓનલાઇન પહેલા આપવાના હોય છે. આખુ સેક્સ રેકેટ દલાલ રાજ અને જાવેદ નામના બે શખ્સ ચલાવતા હતા. તેઓ મુંબઇથી મોડેલને સુરત બોલાવી વેસુ ફાયર બિગ્રેડની સામે એટલાન્ટિસ સ્ક્વેર નામની બિલ્ડિંગમાં દ પાર્ક સેલિબ્રેશન નામની હાઇફાઇ હોટેલમાં રાખતા હતા. પછી રાત્રે બંને દલાલો વેશ્યાવૃતિનો ધંધો ચારેય પાસે કરાવતા હતા.
આ પણ વાંચોઃ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલા એડમિશનના પોર્ટલમાં ખામી
પોલીસે 4 મોડેલને મુક્ત કરાવી હતી. ચારેય મોડલ મુંબઈમાં વેબ સિરીઝમાં સાઇડ રોલનું કામ કરે છે. વધારે રૂપિયાની લાલચમાં મોડેલ વેશ્યાવૃતિના ધંધો કરવા સુરત આવી હતી. 20થી 22 વર્ષની 4 મોડેલો પૈકી એક નેપાળની અને તે મુંબઈમાં રહે અને બીજી ગોવાની છે. બાકીની બે મુંબઈમાં રહે છે. હાલમાં પોલીસે દેહવ્યાપારનો ધંધો કરાવતા રાજ અને જાવેદ સામે ગુનો દાખલ કરી બંને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. સેક્સ રેકેટમાં દલાલ 3 કલાકના ગ્રાહક પાસેથી 20 હજાર લઈ તેમાંથી મોડેલને 5 હજાર આપતો હતો. આ મોડલ શહેરમાં છેલ્લા 5 દિવસથી રોકાયેલી હતી.