November 25, 2024

સુરતમાં પથ્થરમારા મામલે 26 સામે નામજોગ 3 FIR, કુલ 200-300 સામે ફરિયાદ

સુરતઃ શહેરના સૈયદપુરામાં આવેલા ગણપતિ પંડાલ પર પથ્થરમારા મામલે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. નાના બાળકોએ ગણેશ પંડાલ પર કરેલા પથ્થરમારા મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ચોકી પર પથ્થરમારો અને હિંસા કરવા બદલ પણ એફઆઈઆર કરવામાં આવી છે. આ ઉપરાંત કતારગામ દરવાજા પાસે આગચંપીને લઈને પણ ફરિયાદ નોંધવામાં આવી છે. કુલ 26 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે અન્ય 200થી 300 લોકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

આરોપીઓનાં નામ

  • અસરફ અબ્દુલ સલમાન અંસારી – 32 વર્ષ
  • સૈયદ આસિફ મહેબૂબ – 4 વર્ષ
  • ચૌહાણ અલ્તાફ સુલેમાન – 26 વર્ષ
  • ઇસ્તિયાક મુસ્તાક અંસારી – 35 વર્ષ
  • આરીફ અબ્દુલ રહીમ શેખ – 43 વર્ષ
  • શેખ તલ્હા મઝદારુલ હક – 35 વર્ષ
  • ઇસલિયાસ ગુલામુન શેખ – 58 વર્ષ
  • ઈરફાન મોહમ્મદ હુસૈન બગીયા – 40 વર્ષ
  • અનસ આમિર ચર્માવાલા – 24 વર્ષ
  • મોહમ્મદ સકીલ મોહમ્મદ યુસુફ ગાદીવાલા – 34 વર્ષ
  • આસિફ માહિર વિદ્યા – 34 વર્ષ
  • શેખ ઈમામુલ ઈસ્લામ – 32 વર્ષ
  • સૈયદ ફૈમુદ્દીન હુસૈનુદ્દીન – 42 વર્ષ
  • સાજીદ શેખ અબ્દુલ મુનાફ માસ્ટર – 47 વર્ષ
  • અબાનજી હસન આલુબકર – 26 વર્ષ
  • તૈબાની મુસ્તફા કદરઅલી – 33 વર્ષ
  • ઈમરાન અલી મોહમ્મદ પરિયાની – 35 વર્ષ
  • ઈરફાન સુલેમાન કામાની – 37 વર્ષ
  • કાઝી યુસેરા સઈદ અહેમદ – 22 વર્ષ
  • મોહમ્મદ વાસી સૈયદ સુદુકી – 34 વર્ષ
  • મોહમ્મદ અયાન મોહમ્મદ રઈસ – 22 વર્ષ
  • મોયુદ્દીન ભીખાભાઈ ધંસી – 22 વર્ષ
  • સોહેબ સાહિલભાઈ જવેરી – 22 વર્ષ
  • શા ફિરોઝ મુખ્તાર શા – 25 વર્ષ
  • અબ્દુલ કરીમ રસીદ સેહમાદ – 21 વર્ષ
  • શેખ જુનેદ શેખ વહાબ – 39 વર્ષ

નાના-મોટા કોઈને છોડવામાં નહીં આવેઃ પોલીસ કમિશનર
સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સમગ્ર મામલે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની 6 ટીમ બનાવવામાં આવી છે. જેમાંથી એક ટીમ ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા કામગીરી કરી આરોપીને આઇડેન્ટિફાય કરવાની કામગીરી કરશે. ત્યારબાદ અન્ય ઇસમોને પકડવાની કામગીરી કરવામાં આવશે. આ મામલે 13 ફરિયાદ પોલીસ કંટ્રોલને મળી હતી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘કેટલીક અફવાઓ પણ આ બાબતે ફેલાઈ હતી. આ અફવાઓમાં લોકો ન આવે અને કોઈ જૂનો વીડિયો કે અફવા ફેલાય તો પોલીસ કન્ટ્રોલ રૂમમાં સંપર્ક કરો. જે બાળકોએ પથ્થરમારો કર્યો હતો તે પોણા એક કિલોમીટર દૂરથી આવ્યા હતા. ગયા વર્ષે પણ આ પ્રકારે વિસર્જનના દિવસે ઘટના બની હતી. તે સમયે પણ બાળકો આ ઘટનામાં ઇન્વોલ્વ હતા.’

તેમણે કહ્યું છે કે, ‘પોલીસ આ બાબતે સતર્ક હતી જ એટલા માટે તત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. અમે આ ઘટનામાં ફરિયાદીને સમજાવ્યા એટલે આ બાબતે ફરિયાદ દાખલ થઈ છે. આ વર્ષે અમે નક્કી કર્યું છે કે, નાના બાળકો હોય તો મોટા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. એટલે જ બાળકો સામે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ બાળકો 12થી 13 વર્ષના છે. 1 ઓટોમાં ઓટો ડ્રાઈવર સહિત 7 લોકો સવાર હતા. જેમાં 1 ડ્રાઇવર અને 6 જુવેનાઇલ છે.’