November 22, 2024

ક્ષત્રિય સમાજની ચીમકી – રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે BJP

Surendranagar lok sabha election kshtriya community Rupalas ticket is not cancelled we will change the result of 8 seats

પરશોત્તમ રૂપાલા - ફાઇલ

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ લોકસભા ચૂંટણી નજીક છે. ત્યારે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય અંગેના વિવાદાસ્પદ નિવેદનને લઈને વિવાદ ઉભો થયો છે. તેને કારણે રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. કારણ કે, ક્ષત્રિય સમાજ ટસનો મસ થવા તૈયાર નથી. તેઓ સતત રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરના દરબાર બોર્ડિંગમાં જિલ્લાભરના ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માગ કરવામાં આવી હતી કે, કોઈ પણ સંજોગોમાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ભાજપ દ્વારા જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ગુજરાતમાં ક્ષત્રિય સમાજના પ્રભુત્વ ધરાવતી 8 લોકસભા બેઠક પર ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ પરેશ ધાનાણીની વધુ એક કવિતા, લખ્યું – રાજકોટથી બિસ્તરા-પોટલા…

પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરવા મામલે ગોંડલમાં માફી માંગવામાં આવી હતી. તેમ છતાં પરશોત્તમ રૂપાલાના આ નિવેદનના વિરોધમાં સમગ્ર રાજ્યમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર દરબાર બોર્ડીંગમાં જિલ્લાભરના ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા એક સૂરમાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી. જો ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારી ભાજપ દ્વારા ૩ દિવસમ‍ાં ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમ‍ાં રાજકોટમાં સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે. તેમજ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજના પ્રભુત્વ ધરાવતી 8 લોકસભા બેઠક પર ભાજપને પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડશે તેવી ચીમકી આપી હતી.

Surendranagar lok sabha election kshtriya community Rupalas ticket is not cancelled we will change the result of 8 seats
ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું.

ક્ષત્રિય સમાજે ભાજપના વિરોધમાં મતદાન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને હવે આ આંદોલનનું એપી સેન્ટર રાજકોટ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના પી.ટી.જાડેજા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ 90થી વધુ ક્ષત્રિય સમાજની સંસ્થાઓના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિવાદિત ટીપ્પણી મામલે સમાધાનનો વિકલ્પ એકમાત્ર એ જ રહેશે કે ભાજપ દ્વારા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ કરી હતી. ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાએ જાહેર મંચ પરથી પરશોત્તમ રૂપાલા પર આકરા પ્રહારો કર્યા હતા.