July 2, 2024

જીતના જશ્નમાં મગ્ન હતી ટીમ ઈન્ડિયા ત્યાં જ ICCએ લઈ લીધો મોટો નિર્ણય

T20 World Cup 2024: વર્લ્ડ કપ 2024ની સુપર 8ની 5 ટીમો નક્કી થઈ ગઈ છે. તેમાં ભારતની ટીમ પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. જ્યાં ટીમ ઈન્ડિયાને ગ્રુપ 1માં રાખવામાં આવી છે. 20 વર્લ્ડ કપની સુપર 8ની મેચ 19 જૂનથી શરૂ થશે. મહત્વની વાત એ છે કે ભારતીય ટીમે ગ્રુપ Aમાં અત્યાર સુધીની તેની તમામ મેચો જીતી છે. ટીમ ઈન્ડિયાના ચાહકો આશા રાખી રહ્યા છે કે છેલ્લી મેચ પણ ટીમ જીતે. 15 તારીખે ટીમ ઈન્ડિયા કેનેડાની ટીમ સામે ટકરાશે. જોકે આ જીત પહેલા ICCએ એક મોટો નિર્ણય લીધો છે.

આ ગ્રુપમાં રાખ્યું
ટીમ ઈન્ડિયા 15 જૂને કેનેડા સામે ટકરાવાની છે. આ પહેલા ICCએ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જાય તો પણ ICCએ તેને ગ્રુપની નંબર વન ટીમ ગણીને A1ની જગ્યાએ ગ્રુપ 1માં મૂકી દીધી છે. આ બાજૂ ICCએ બીજી ચાલ પણ રમી છે. જેમાં ઓસ્ટ્રેલિયાને પણ આ ગ્રુપમાં રાખ્યું છે, જે શેડ્યૂલ મુજબ ગ્રુપ 2માં જવું જોઈએ. ICCના શેડ્યૂલ મુજબ 20 ટીમોને 4 અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવી હતી. જેમાં જૂથ A, B, C અને Dનો સમાવેશે થાય છે. આ ચારેય જૂથમાંથી 2-2 ટીમ સુર 8માં પહોંચશે. ધારો કે ગ્રુપ Aમાંથી બે ટીમો ક્વોલિફાય થશે, તો ટોચની ટીમને A1 અને બીજી ટીમને A2 કહેવામાં આવશે. બાકીના B, C અને D જૂથોની ટોચની ટીમમાં પણ આ રીતે રહેશે.

આ પણ વાંચો: બાબરની પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કરી ટીકા, જાણો શું કહ્યું…

મેચ રમાશે
આ જે શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો હતો તે પ્રમાણે ભારતીય ટીમ છેલ્લી મેચ જીતે તો તે A1 બની ગઈ હોત અને ગ્રુપ 1માં પહોંચી ગઈ છે. હવે ગ્રુપ B ટેબલમાં ટોપર ઓસ્ટ્રેલિયાએ B1 તરીકે ગ્રુપ 2માં જવું જોઈએ. પરંતુ આઈસીસીએ આવું કર્યું નહીં. તેમને ગ્રુપ બીની બીજી ટીમ ગણી અને ભારતની સાથે ગ્રુપ 1માં મૂક્યા છે. ગ્રુપ 1માં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ભારતની ટીમ સામેલ છે. તમને જણાવી દઈએ કે હવે બાંગ્લાદેશ આ ગ્રુપમાં જગ્યા બનાવી શકે છે.