November 24, 2024

1000 બાંગ્લાદેશીઓએ બંગાળમાં કરી ઘુષણખોરીની કોશિશ, બોર્ડર પર અફરા-તફરીનો માહોલ

BSF foiled infiltration attempt: તખ્તાપલટ બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય થઈ નથી. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. જેના કારણે ઘણા લોકો ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે બીએસએફને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

ગુવાહાટી ફ્રન્ટિયર ઓફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ શુક્રવારે પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં બાંગ્લાદેશ સરહદેથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લોકોના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. BSFએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે લગભગ 1000 લોકો જેમાં મોટા ભાગના હિંદુ હતા. ભારતમાં આશરો લેવા સરહદે પહોંચ્યા હતા.

લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા
આ મામલે બીએસએફે તરત જ બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ (બીજીબી)ને જાણ કરી કે આ લોકોને પાછા મોકલી શકાય. આ તમામ લોકો બાંગ્લાદેશના લાલમોનિરહાટ જિલ્લામાં સરહદથી 400 મીટરના અંતરે એકઠા થયા હતા.

આ પણ વાંચો: PM મોદી કેરળ પહોંચ્યા, વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત

બીએસએફ અધિકારીએ માહિતી આપી
આ અંગે માહિતી આપતાં BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બોર્ડર પર ઘણા લોકો એકઠા થયા હતા. પરંતુ બોર્ડર સીલ હોવાના કારણે કોઈ અંદર પ્રવેશ કરી શક્યું ન હતું. બાદમાં બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ (બીજીબી) આ લોકોને તેમના દેશમાં પરત લઈ ગયા હતા.

મોનિટરિંગ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના
ભારત-બાંગ્લાદેશ સરહદ પર વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ઈસ્ટર્ન કમાન્ડના એડિશનલ ડાયરેક્ટર જનરલની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘આ સમિતિમાં સામેલ અધિકારીઓ બાંગ્લાદેશમાં તેમના સમકક્ષો સાથે જોડાયેલા રહેશે. જેથી ત્યાં રહેતા ભારતીય નાગરિકો હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ સમિતિનું નેતૃત્વ એડીજી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઈસ્ટર્ન કમાન્ડ કરે છે.