February 26, 2025

જમ્મુ-કાશ્મિરના સુંદરબની વિસ્તારમાં ભારતીય સેનાના વાહન પર આતંકવાદી હુમલો

જમ્મુ-કાશ્મિર: આજે મંગળવારે 26 ફેબ્રુઆરીના બપોરે લગભગ 1:30 વાગ્યે આતંકવાદીઓએ ભારતીય સેનાના વાહન પર ગોળીબાર કરીને હુમલો કર્યો હતો. આ ઘટના સુંદરબનીથી લગભગ 6 કિમી દૂર પાંડવો દ્વારા બાંધવામાં આવેલા ઐતિહાસિક ગંધેહ મંદિરની બાજુમાં આવેલા જંગલ વિસ્તારમાં બની હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટનામાં ભારતીય સેનાના કોઈપણ સૈનિકના જાનહાનિ કે ઈજાની કોઈ પુષ્ટિ નથી. ભારતીય સેના અને સુરક્ષા દળોએ આ વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે, પરંતુ આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટના બાદ સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ પાસાઓ પર તપાસ ચાલી રહી છે.