November 21, 2024

ન્યાયની દેવીની આંખ પરથી પટ્ટી દૂર થઈ, હાથમાં મુકાયું બંધારણ

New Statue Of Justice: CJI ચંદ્રચૂડના નિર્દેશ પર ન્યાયની દેવીની પ્રતિમામાં ફેરફાર કરાયા છે. હવે તેની આંખ પર કોઈ કાળી પટ્ટી નહીં જોવા મળે. તેના બીજા હાથમાં તલવારના બદલે બંધારણનું પુસ્તક મૂકવામાં આવ્યું છે. CJI ચંદ્રચૂડનું એવું માનવું છે કે, તલવાર એ હિંસાનું પ્રતિક છે. દેશની કોર્ટ કોઈ હિંસા નહીં ન્યાય કરે છે. ન્યાયની વાતમાં કોઈ જ પ્રકારના મતભેદ ના થાય એ માટે એમની આંખ પર પટ્ટી બાંધવામાં આવી હતી. સમયની સાથે કરવામાં આવતા પરિવર્તનનો આ એક ભાગ છે. આપણા દેશના ચીફ જસ્ટિસ એ આ પહેલ કરી છે.

બ્રિટિશ કાયદામાં ફેરફાર
નવા ભારતના ન્યાયની દેવીની આંખો હવે ખુલી ગઈ છે. તેમના હાથમાં હવે તલવારને બદલે બંધારણ હાથમાં આપી દીધું છે. સુપ્રીમ કોર્ટનું સિમ્બોલ તો બદલાયું જ, પરંતુ વર્ષોથી ન્યાયની દેવીની આંખે બાંધેલી પટ્ટી પણ દૂર થઈ ગઈ છે. સ્વાભાવિક છે કે સુપ્રીમ કોર્ટે દેશને સંદેશો આપ્યો છે કે કાયદો હવે આંધળો નથી રહ્યો. આ CJI ચંદ્રચુડના નિર્દેશ પર કરવામાં આવ્યું છે.બદલાતા સમય સાથે જ્યારે તેનો અર્થ બદલાવા લાગ્યો ત્યારે દેશના મુખ્ય ન્યાયાધીશે ન્યાયની દેવીની આંખો પરથી પાટા હટાવવાની પહેલ કરી છે.

આ પણ વાંચો: મોટા નેતાઓની સુરક્ષામાંથી દૂર થશે NSG, કેન્દ્રનો નિર્ણય

હાથમાં બંધારણ મૂકવામાં આવ્યું
એક રિપોર્ટ્સ પ્રમાણે CJIના નિર્દેશ પર ન્યાયની દેવીમાં આ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. આમાં માત્ર ન્યાયની દેવી જ નહીં પરંતુ તેના હાથમાંથી તલવાર હટાવીને તેની જગ્યાએ બંધારણ મૂકવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની આવી જ પ્રતિમા સ્થાપિત કરી દેવામાં આવી છે. જો કે, દેશભરની અદાલતોમાં આ ફેરફાર ક્યારે થાય છે તે હવે જોવાનું રહ્યું.