September 18, 2024

PM મોદીની CJI નિવાસસ્થાનની મુલાકાત મામલે સરકારે કહ્યું- ગુપ્ત રીતે જવા કરતાં ખુલ્લેઆમ જવું સારું

CJI DY Chandrachud: PM નરેન્દ્ર મોદીએ તાજેતરમાં CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. ત્યાં પીએમ મોદીએ ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. હવે સરકારી સૂત્રએ વડા પ્રધાન મોદીની CJI નિવાસસ્થાનની મુલાકાતને યોગ્ય ઠેરવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુપ્ત રીતે જવા કરતાં ખુલ્લેઆમ જવું વધુ સારું છે. એ પણ સવાલ પૂછ્યો કે શું ભારતનું ન્યાયતંત્ર એટલું નબળું છે કે એક બેઠકના કારણે ન્યાયાધીશો પ્રભાવિત થશે? તેમણે કહ્યું કે આવી વિચારસરણી નબળી માનસિકતા દર્શાવે છે.

આ સિવાય સરકારી સૂત્રએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ એન્જિનિયર રાશિદની પાર્ટી સાથે બીજેપીના ગઠબંધનનો કોઈ પ્રશ્ન જ નથી. એન્જિનિયર રાશિદ UAPA હેઠળ આરોપી છે. અમારા વાંધો છતાં એન્જિનિયર રશીદને જામીન પર છોડવામાં આવ્યા હતા. ભાજપ રાશિદની પાર્ટી સાથે ગઠબંધન કરી શકે નહીં. જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અંગે એક સરકારી સૂત્રએ કહ્યું કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો એ સરકારની પ્રાથમિકતા છે. જમ્મુ-કાશ્મીર 4 દાયકાથી મુશ્કેલીમાં હતું. જમ્મુ અને કાશ્મીર પર નિર્ણય લેતી વખતે પડોશી (પાકિસ્તાન)માં શું થઈ રહ્યું છે તે પણ ધ્યાનમાં રાખવું પડશે. સરકાર શક્ય તેટલી વહેલી તકે જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ મોદી સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. અમે આશા રાખીએ છીએ કે આ શક્ય એટલું જલદી થશે.

જમાત-એ-ઇસ્લામી અંગે સરકારી સૂત્રોનું કહેવું છે કે અમે જમાતના સભ્યોની વિનાશક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. આ ઉપરાંત, વસ્તી ગણતરી મામલે સરકારી સૂત્રોનું કહેવું છે કે તેઓ આગામી વસ્તી ગણતરીમાં જાતિ અંગેની કોલમ ઉમેરવામાં આવે કે નહીં તે અંગે વિચારણા કરી રહ્યા છે. આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ બાબત વિચારણા હેઠળ છે.